Rajkot: સૌરાષ્ટ્ર યુનિવર્સિટીમાં PhDના વિદ્યાર્થીઓનો અનોખો વિરોધ, 'માઁ સરસ્વતી'એ કુલપતિને આવેદન આપી રજૂઆત કરી

વિરોધ કરી રહેલા વિદ્યાર્થીઓને કોંગ્રેસનો સાથ મળ્યો. સૌરાષ્ટ્ર યુનિવર્સિટી શિક્ષણનું કેન્દ્ર બનવાના બદલે રાજકીય અખાડો બની ગઈ હોવાનો આક્ષેપ

By: Sanket ParekhEdited By:Sanket ParekhPublish Date: Fri, 10 Oct 2025 06:00 PM (IST)Updated: Fri, 10 Oct 2025 06:01 PM (IST)
rajkot-news-phd-student-of-saurashtra-university-protest

Rajkot: સૌરાષ્ટ્ર યુનિવર્સિટી ફરી એકવાર વિવાદના વમળમાં ફસાઈ છે. યુનિવર્સિટીના હ્યુમિનીટીઝ અને સોશિયલ સાયન્સ ભવનના PHDના વિદ્યાર્થીઓએ પોતાના પર થઈ રહેલા અન્યાય સામે અનોખો વિરોધ દર્શાવ્યો હતો. વિદ્યાર્થીઓ આજે યુનિવર્સિટી કેમ્પસમાં માં સરસ્વતીની પ્રતિમા લઈને રજૂઆત કરવા પહોંચ્યા હતા.

વિદ્યાર્થીઓના આક્રોશનું મુખ્ય કારણ એ છે કે ભવનમાં ડીનની જગ્યા ખાલી હોવાને કારણે છેલ્લા ચાર મહિનાથી તેમની PHD સંબંધી તમામ પ્રક્રિયા ટલ્લે ચડી છે. આ વિલંબને કારણે વિદ્યાર્થીઓના ભવિષ્ય પર મોટો ખતરો ઊભો થયો છે. જો આગામી છ મહિનામાં વિદ્યાર્થીઓના વાઇવા નહીં લેવાય, તો નિયમ મુજબ તેમનું રજીસ્ટ્રેશન રદ્દ થઈ શકે છે. આ સંજોગોમાં તેમની વર્ષોની મહેનત અને કારકિર્દી જોખમમાં મુકાઈ છે.

વિદ્યાર્થીઓના આ વિરોધમાં કોંગ્રેસે પણ સૂર પુરાવ્યો હતો. કોંગ્રેસના નેતા ધરમ કાંબલિયા વિદ્યાર્થીઓને સાથે રાખીને યુનિવર્સિટી સત્તાધીશોને રજૂઆત કરવા પહોંચ્યા હતા. તેમણે આકરા શબ્દોમાં આક્ષેપ કર્યો હતો કે, સૌરાષ્ટ્ર યુનિવર્સિટી શિક્ષણનું કેન્દ્ર બનવાના બદલે રાજકીય અખાડો બની ગઈ છે, જેના કારણે વિદ્યાર્થીઓનું ભવિષ્ય બગડી રહ્યું છે.

કાલાવડમાંથી રાજકોટની ધાડપાડુ ગેંગના પાંચ સભ્યો ઝડપાયા
જામનગર એલસીબીની ટીમે કાલાવડ પંથકમાંથી ધાડપાડુ લૂંટારૂૂ ગેંગને ઝડપી લીધી છે. એલસીબીની ટીમે મળેલી બાતમીના આધારે મછલીવાડ ગામ થી અરલાગામ તરફ જવાના રોડ ઉપરથી પસાર થતાં રાહદારીઓને લૂંટી લેવાની ફિરાકમાં હથિયારો સાથે રહેલી ટોળકીને દબોચી રાજકોટના 4 સહિત 5ની ધરપકડ કરી ઈકો કાર, ત્રણ ટુ-વ્હીલર, 4 મોબાઈલ ફોન, ચોરાઉ કેબલ વાયર, ગ્રાઈન્ડર મશીન અને હથિયારો મળી રૂ.4.22 લાખનો મુદ્દામાલ કબજે કરાયો છે. ઝડપાયેલા તમામ આરોપીઓનો ઇતિહાસ ગુનાઓથી ખરડાયેલો હોવાનું સામે આવ્યું છે.

ખાદ્ય પદાર્થના 30 નમૂના લેતુ ફૂડ વિભાગઃ 20 એકમોમાં ચેકિંગ, પાંચ ધંધાર્થીઓને લાઈસન્સ અંગે અપાઇ નોટિસ

મનપાના ફૂડ વિભાગ દ્વારા આજે અલગ અલગ ખાદ્ય પર્દાથના ધંધાર્થીઓને ત્યા ચકાસણી હાથ ધરી સુકો મેવો, જાબુ, પનીર, કપાસીતેલ, મીઠો માવો, ચીઝ, પીઝા સહિતના 30 નમૂના લઇ પૃથ્કરણ અર્થે લેબમાં મોકલી આપ્યા હતા. તેમજ ખાણીપીણીના 20 ધંધાથીઓને ચેકિંગ કાર્યવાહી દરમિયાન ખાદ્યપર્દાથની સ્થળ ઉપર ચકાસણી કરી પાંચ ધંધાર્થીઓને ફૂડ લાયસન્સ અંગે નોટીસ આપવામાં આવી હતી. ફૂડ વિભાગ દ્વારા આજે કોટેચા મેઇન રોડ ઉપર આવેલ તમામ પ્રકારના રેસ્ટોરેન્ટો તેમજ કરીયાણાની દુકાનો અને આઇસ્કીમ પાર્લર સહિતના એકમોમાં વહેલી સવારથી તપાસ હાથ ધરી હતી. છતાં એક પણ સ્થળેથી અખાદ્યપર્દાથ હાથ લાગ્ય ન હતો.