Rajkot: ધનતેરસે રેકોર્ડ બ્રેક ભાવ વચ્ચે સોનાની ખરીદીનું શુકન સાચવતા લોકો, વહેલી સવારથી સોનીની દુકાનોમાં ઘરાકી જોવા મળી

સોનાના રેકોર્ડબ્રેક ભાવોના કારણે આ વર્ષે ઘરેણાંની ખરીદી ઓછી થઈ રહી છે. જો કે લોકો ગિનીની ખરીદી વધુ કરી રહ્યા છે. લોકો માત્ર શુકન સાચવવા પૂરતી સોનાની ટોકન ખરીદી કરી રહ્યા છે.

By: Sanket ParekhEdited By:Sanket ParekhPublish Date: Tue, 29 Oct 2024 05:32 PM (IST)Updated: Tue, 29 Oct 2024 05:32 PM (IST)
rajkot-news-people-buy-gold-on-dhanteras-2024-customer-in-jewellers-showroom
HIGHLIGHTS
  • આજે કરોડોની કિંમતના સોનાના દાગીનાની ખરીદી થશે

Rajkot: સૌરાષ્ટ્ર સહિત દેશભરમાં આજે સોનાના રેકોર્ડબ્રેક ભાવ વચ્ચે લોકોએ ધનતેરસે સોનાની ખરીદીનું શુકન સાચવ્યું હતું. રાજકોટના સોની બજાર સહિત અન્ય વિસ્તારમાં આવેલ જવેલર્સના શૉ રૂમ તેમજ સોનીની દુકાનોમાં વહેલી સવારથી જ ઘરાકી જોવા મળતી હતી.

સોની વેપારીઓનું કહેવું છે કે, સોનાના રેકોર્ડબ્રેક ભાવોના કારણે આ વર્ષે ઘરેણાંની ખરીદી ઓછી થઈ રહી છે. જો કે લોકો ગિનીની ખરીદી વધુ કરી રહ્યા છે. લોકો માત્ર શુકન સાચવવા પૂરતી સોનાની ટોકન ખરીદી કરી રહ્યા છે. એટલે ઘરેણાંની મોટી ખરીદીથી દૂર જ રહ્યા છે.

રાજકોટમાં સવારથી જ લોકો સોના-ચાંદી અને હીરાના દાગીનાની ખરીદી કરીને મુહૂર્ત સાચવી રહ્યા છે. એક માન્યતા મુજબ આજે કરોડોની કિંમતના સોનાના દાગીના ખરીદવામાં આવશે. જેમાં લોકો 1 ગ્રામથી 10 ગ્રામ સુધીનું શુદ્ધ સોનું તેમજ દાગીનાની ખરીદી કરી રહ્યા છે.

ધનતેરસનું મુહર્ત સાચવવા માટે ખરીદી કરતી રાજકોટની યુવતીએ જણાવ્યું કે, આજે ધનતેરસનો દિવસ હોવાથી દર વર્ષની જેમ આ વર્ષે પણ અમે સોનું ખરીદવા આવ્યા છીએ. આજે અમે બંગડી અને બ્રેસલેટની ખરીદી કરી છે.

જણાવી દઈએ કે, સોનાની કિંમત દિન-પ્રતિદિન આસમાને પહોંચી રહી છે. આજે 22 કેરેટ સોનાનો ભાવ 73,400 રૂપિયા છે. આથી રોકાણ માટે હંમેશા મહત્ત્વનું મનાતુ સોનું આજે લોકો ખરીદી કરી રહ્યા છે.