Rajkot: જસદણ પંથકની હ્રદયદ્વાવક ઘટનાઃ ગોટલાધાર ગામે માતાએ એક વર્ષની પુત્રી સાથે કૂવામાં ઝંપલાવી જિંદગી ટૂંકાવી

રાજકોટના જસદણ તાલુકાના ગોટલાધાર ગામમાં એક હૃદયદ્રાવક ઘટના બની છે, જ્યાં ભારતી ડાભી નામની મહિલાએ પોતાની એક વર્ષની બાળકી ઝીનલ સાથે કૂવામાં ઝંપલાવી આત્મહત્યા કરી. પોલીસની પ્રાથમિક તપાસ મુજબ, પતિ સાથેના ઘર કંકાસને કારણે આ પગલું ભર્યું હોવાનું અનુમાન છે, જેમાં માતા-પુત્રી બંનેના મોત થયા છે.

By: Sanket ParekhEdited By:Sanket ParekhPublish Date: Sun, 22 Nov 2026 11:48 PM (IST)Updated: Sun, 22 Nov 2026 11:48 PM (IST)
rajkot-news-mother-ends-life-by-jumping-into-well-with-1-year-old-daughter-in-jasdan-gotladhar-village

Rajkot: રાજકોટ જિલ્લાના જસદણ તાલુકાના ગોટલાધાર ગામમાં આપઘાતની ઘટના સામે આવી છે. જેમાં એક મહિલાએ પોતાની એક વર્ષની બાળકી સાથે કૂવામાં ઝંપલાવી જિંદગી ટૂંકાવતા ગામમાં અરેરાટી મચી ગઈ છે.

માતાએ દીકરી સાથે વાડીના કૂવામાં પડતું મૂક્યું

આ અંગે પ્રાપ્ત વિગતો પ્રમાણે, ગોટલાધાર ગામમાં રહેતી ભારતી ડાભી નામની મહિલાએ આજે બપોરના સમયે પોતાની એક વર્ષની બાળકી ઝીનલ સાથે વાડીના કૂવામાં પડતુ મૂક્યું હતુ. આ ઘટનામાં માતા-પુત્રી બન્ને મોતને ભેટ્યા હતા.

આ ઘટનાની જાણ થતાં ગ્રામજનોના ટોળેટોળા ઉમટી પડ્યા હતા. બીજી તરફ પોલીસને જાણ થતાં પોલીસની ટીમ પણ સ્થળ પર આવી પહોંચી હતી. જે બાદ કૂવામાંથી માતા-પુત્રીના મૃતદેહને બહાર કાઢીને પંચનામું કરી પોસ્ટમોર્ટમ અર્થે મોકલી આપી તપાસ હાથ ધરી છે.

પોલીસની પ્રાથમિક પૂછપરછમાં, અંતિમ પગલુ ભરનાર ભારતીના ત્રણ વર્ષ પહેલા જ સાગર નામના યુવક સાથે લગ્ન થયા હતા. જો કે છેલ્લા એક વર્ષથી પતિ-પત્ની વચ્ચે માથાકૂટ થતાં ભારતી રિસામણે રહેતી હતી. આથી દંપતી વચ્ચે ઘર કંકાશના કારણે જ ભારતીએ જિંદગી ટૂંકાવી હોવાનું પ્રાથમિક અનુમાન છે. હાલ તો પોલીસે પરિવારજનોના નિવેદનો નોંધવા સહિત આગળની આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી.