Rajkot: 6 વર્ષનો પુત્ર સ્કૂલમાં જતો ના હોવાથી માતાનો આપઘાતનો પ્રયાસ, ઝેરી દવા ગટગટાવતા હોસ્પિટલ લઈ જવાઈ

LKGમાં અભ્યાસ કરતો પુત્ર સ્કૂલે જતો ના હોવાથી કંટાળેલી માતાએ અત્યંતિક પગલું ભર્યું હોવાનું પતિએ જણાવ્યું

By: Sanket ParekhEdited By:Sanket ParekhPublish Date: Fri, 04 Jul 2025 09:03 PM (IST)Updated: Fri, 04 Jul 2025 09:03 PM (IST)
rajkot-news-mother-attampt-suicide-by-consume-poison-at-mada-dungar
HIGHLIGHTS
  • માંડા ડુંગરમાં રહેતી પરિણીતાને ઝેરની અસર થતાં સારવાર અપાઈ

Rajkot: શહેરના આજીડેમ ચોકડી પાસે આવેલા માંડા ડૂંગરમાં રહેતી પરિણીતાએ ઝેરી દવા પી આપઘાતનો પ્રયાસ કરતા તેને સારવાર માટે હોસ્પિટલમાં ખસેડવામાં આવી છે. 6 વર્ષનો પુત્ર સ્કૂલે જતો ન હોવાથી આ પગલુ ભરી લીધાનું જાણવા મળ્યુ છે.

આ અંગે પ્રાપ્ત વિગતો મુજબ, આજીડેમ ચોકડી પાસે માંડા ડૂંગરમાં રહેતી માહીબેન સાગરભાઇ ચૌહાણ (ઉ.વ.26)નામની પરિણીતાએ આજે સવારે પોતાના ઘરે ઝેરી દવા પી લેતા તેણીને સારવાર માટે સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવી હતી. આ અંગે સિવિલ ચોકીના સ્ટાફે પ્રાથમિક નોંધ કરી આજીડેમ પોલીસને જાણ કરી હતી.

પ્રાથમિક તપાસમાં માહીબેનના લગ્ન 7 વર્ષ પહેલા થયા હોવાનુ અને તેનો પતિ એચજે સ્ટીલમા નોકરી કરતો હોવાનું જાણવા મળ્યુ છે. તેને સંતાનમાં બે પુત્ર હોય જેમાં એક પુત્ર 6 વર્ષનો છે. જે એલકેજીમાં અભ્યાસ કરે છે. જે પુત્ર સ્કૂલે જતો ન હોવાથી કંટાળી માતાએ આ પગલુ ભરી લીધાનું તેના પતિએ જણાવ્યુ હતુ. આ અંગે આજીડેમ પોલીસે હોસ્પિટલે દોડી જઇ પરિણીતાનું નીવેદન નોંધવા તજવીજ હાથ ધરી છે.