રાજકોટમાં કોરોના વિસ્ફોટઃ 24 કલાકમાં નવા 8 કેસ આવતા આરોગ્ય તંત્ર એલર્ટ, લોકોને કોવિડ ગાઈડલાઈનનું પાલન કરવા અનુરોધ

મવડી અને કોઠારિયા રોડમાં સંક્રમણ ફેલાયું. તમામ સંક્રમિતોએ કોરોના વિરોધી વૅક્સિનના બન્ને ડોઝ લીધા હતા. બે દર્દીઓની ટ્રાવેલ હિસ્ટ્રી સામે આવી

By: Sanket ParekhEdited By:Sanket ParekhPublish Date: Fri, 30 May 2025 05:19 PM (IST)Updated: Fri, 30 May 2025 05:19 PM (IST)
rajkot-news-more-8-tested-covid-positive-on-30th-may-2025
ફાઈલ ફોટો
HIGHLIGHTS
  • છેલ્લા 11 દિવસમાં 24 કેસ નોંધાયા, 23 સારવાર હેઠળ; 1 દર્દી ડિસ્ચાર્જ

Rajkot: રાજકોટ શહેરમાં ગત 19 મેના રોજ જીવલેણ કોરોના વાઇરસે દેખા દીધી હતી. જે બાદ છેલ્લા 11 દિવસમાં વધુ 24 પોઝિટિવ કેસ નોંધાતા આરોગ્ય તંત્રમાં દોડધામ મચી ગઈ છે. આજે પણ શહેરના અલગ-અલગ વિસ્તારોમાં વધુ 8 કોવિડ પોઝિટિવ કેસ સામે આવ્યા છે. આ સાથે જ રાજકોટ શહેરમાં અત્યારે 23 સંક્રમિત દર્દીઓ સારવાર હેઠળ છે, જ્યારે એક દર્દી કોરોના મુક્ત થતાં તેને રજા આપવામાં આવી છે.

રાજકોટ મનપાના આરોગ્ય વિભાગના સુત્રોમાંથી પ્રાપ્ત થયેલ વિગત મુજબ, આજે કોરોનાના વધુ 8 પોઝિટિવ કેસ નોંધાયા છે. જેમાં વોર્ડ નં. 12 મવડી, પુરુષ ઉ.વ.27, વોર્ડ નં. 8 અંબિકા પાર્ક મહિલા ઉ.વ.68, વોર્ડ નં. 18 સરદાર ટાઉનશિપ પુરુષ ઉ.વ.28, વોર્ડ નં. 8 લક્ષ્મીનગર પુરુષ ઉ.વ.33, વોર્ડ નં. 17 કોઠારિયા રોડ પુરુષ ઉ.વ.35, વોર્ડ નં. 7 વિરાણી ચોક મહિલા ઉ.વ.22 તથા ખત્રીવાડ પુરુષ ઉ..વ. 21 અને વોર્ડ નં. 1 માં જીવંતી નગરમાં પુરુષ ઉ.વ.21 સહિત 8 નવા કેસ નોંધાયા છે. જે તમામે વેક્સિનેશનના બે ડોઝ લઈ લીધાનું જાણવા મળેલ છે.

આવી જ રીતે વોર્ડ નં. 12 માં પુરુષ દર્દીની ટ્રાવેલ્સ હિસ્ટ્રી અને વોર્ડ નં. 18ના પુરુષ દર્દીની ટ્રાવેલ્સ હિસ્ટ્રી અમદાવાદ હોવાનું તેમજ આજના આઠ દર્દીને હોમ આઈસોલેટ કરી સારવાર ચાલુ કરાવવામાં આવી છે. જે તમામ સ્ટ્રેબલ હોવાનું જાણવા મળેલ છે.

રાજકોટ શહેરમાં તા. 19 મેના રોજ રકોરોનાનો પ્રથમ કેસ મવડી વિસ્તારમાંથી નોંધાયો હતો. આ 53 વર્ષીય પુરુષ વિદેશ પ્રવાસની હિસ્ટ્રી ધરાવતા હતા. હોમ આઇસોલેશનમાં સારવાર લીધા બાદ તેઓ સંપૂર્ણપણે કોરોનામુક્ત થઈ ગયા છે, અને આ વિસ્તારમાંથી અન્ય કોઈ કેસ બહાર આવ્યો નથી. આ કેસ રાજકોટ માટે રાહતરૂપ સાબિત થયો હતો તથા 24 મેના રોજ શિવ પાર્ક વિસ્તારમાં રહેતા 39 વર્ષના એક મહિલાનો કોરોના રિપોર્ટ પોઝિટિવ આવ્યો હતો, જે શહેરમાં બીજા કેસ તરીકે નોંધાયો હતો. તથા 25 મેના રોજ શહેરમાં વધુ બે નવા કેસ સામે આવ્યા. જેમાં ગોવિંદનગરના 74 વર્ષના એક પુરુષ અને સિલ્વર સોસાયટીમાં રહેતા 52 વર્ષના એક પુરુષનો સમાવેશ થાય છે.

આ બંને દર્દીઓને પણ તાત્કાલિક ધોરણે હોમ ક્વોરન્ટીન કરવામાં આવ્યા હતા અને તેમની તબિયત પણ સ્થિર છે. તથા 28 મેના રોજ રૈયા રોડ પર આવેલા શિવાજી પાર્ક 26 મે: રૈયા રોડ પર આવેલા શિવાજી પાર્ક વિસ્તારમાં વધુ એક નવો કેસ નોંધાયો હતો, જે દર્દીની તબિયત પણ સ્થિર હોવાનું જણાવાયું હતું. તથા 27 મે: આ દિવસ રાજકોટ માટે સૌથી વધુ ચિંતાજનક રહ્યો. શહેરના જુદા-જુદા વિસ્તારોમાંથી એક દિવસમાં 6 નવા કેસ નોંધાયા હતા.

આ કેસો નોંધાતાની સાથે જ આરોગ્ય તંત્ર વધુ સક્રિય બન્યું હતું. જોકે, આ તમામ 6 દર્દીઓની તબિયત પણ સ્થિર હતી, જે એક સકારાત્મક પાસું હતું. તથા 29 મેના રોજ રાજકોટમાં વધુ 5 કેસ નોંધાયા છે. આ કેસો બિગબજાર, રૈયારોડ સહિતના વિસ્તારોમાંથી હતા અને તેમાં એક મહિલા, એક સગીર અને ત્રણ પુરુષોનો સમાવેશ થતો હતો. આ દર્દીઓ પણ હોમ આઇસોલેશનમાં જ સારવાર લઈ રહ્યા છે.

આવી જ રીતે આજરોજ તા. 30ના રોજ મવડીમાં, અંબીકાપાર્ક, સરદાર ટાઉનશીપ, લક્ષ્મીનગર, કોઠારિયા રોડ, વિરાણીચોક, ખત્રીવાડ ને જીવંતી નગર સહિત 6 વોર્ડમાં 8 નવા કેસ નોંધાતા આજ સુધીમાં 24 પોઝેટીવ કેસ આવ્યા છે. પૈકી એક દર્દી સાજો થતાં તેને રજા અપાઈ છે. જ્યારે 23 દર્દીને હોમ આઈસોલેટ કરી સારવાર આપવામાં આવી રહી છે. જે તમામ સ્ટેબલ હોવાનું આરોગ્ય વિભાગે જણાવ્યું છે.