Rajkot: શિક્ષિકાએ પંખા પર ચુંદડીનો ફંદો બનાવી ફાંસો ખાધો, પગ અને કમરના દુખાવાથી અંતિમ પગલું ભર્યાનું અનુમાન

મૃતક શિક્ષિકા આવતા મહિને ચાર ધામની યાત્રાએ જવાના હતા. જેના માટે ગઈકાલે બજારમાંથી ખરીદી પણ કરી હતી.

By: Sanket ParekhEdited By:Sanket ParekhPublish Date: Fri, 12 Sep 2025 05:36 PM (IST)Updated: Fri, 12 Sep 2025 05:36 PM (IST)
rajkot-news-masoom-vidhyalaya-teacher-commit-suicide-by-hang-her-self
ફાઈલ ફોટો
HIGHLIGHTS
  • અમીન માર્ગ પરના ડ્રીમ હીલ એપાર્ટમેન્ટની ઘટનાથી પરિવારમાં કલ્પાંત
  • મૃતક ઋષિકાબેન RTO સામેની માસૂમ વિદ્યાલયમાં શિક્ષક હતા

Rajkot: શહેરના અમીન માર્ગ પર ડ્રીમહીલ એપાર્ટમેન્ટમાં રહેતા શિક્ષિકાએ ગળેફાંસો ખાઈ આપઘાત કરી લેતાં પરિવારમાં ગમગીની છવાઈ જવા પામી છે. આવતા મહિને ચાર ધામની યાત્રા જવાનું હતું, જેની ખરીદી પણ કરી લીધી હતી. પ્રાથમિક તપાસમાં પગ અને કમરના દુ:ખાવાથી કંટાળી આ પગલું ભરી લીધાનું ખુલવા પામ્યું છે.

આ અંગે પ્રાપ્ત વિગતો મુજબ, અમીન માર્ગ પર ડ્રીમહિલ એર્પાટમેન્ટમાં બ્લોક નં.બી-101માં રહેતાં શિક્ષિકા ઋષિકાબેન ધનસુખભાઈ કથીરિયા (ઉ.46)એ આજે સવારે પોતાના ઘરે પંખામાં ચુંદડી બાંધી ગળેફાંસો ખાઈ આપઘાત કરી લીધો હતો.

આ બનાવની જાણ થતાં માલવીયાનગર પોલીસ મથકનો સ્ટાફ ઘટના સ્થળે દોડી ગયો હતો અને જરૂરી કાર્યવાહી કરી મૃતદેહને પીએમ અર્થે સિવિલ હોસ્પિટલ ખસેડી વધુ તપાસ હાથ ધરી હતી.

પ્રાથમિક તપાસમાં મૃતક ઋષિકાબેન RTO સામે આવેલી માસૂમ વિદ્યાલયમાં શિક્ષિકા તરીકે ફરજ બજાવતાં હતાં. તેમના પતિ RDC બેંકમાં ઝોનલ ઓફિસર હોવાનું અને સંતાનમાં એક પુત્ર અને એક પુત્રી હોવાનું જાણવા મળ્યું છે. તેઓ આવતાં મહિને ચાર ધામની જાત્રાએ જવાનું હોવાથી ગઈકાલે બજારમાંથી ખરીદી પણ કરી લીધી હતી.

એવામાં આજે અંતિમ પગલું ભરી લેતાં પરિવારમાં શોકની લાગણી છવાઈ જવા પામી છે. મૃતક ઋષિકાબેનને પગ અને કમરનો દુ:ખાવો હોય જેથી કંટાળી આ પગલું ભર્યાનું પરિવારજનો દ્વારા જાણવવામાં આવ્યું છે.