Rajkot: જસદણમાં પ્રેમી પંખીડાનો સજોડે ઝેર પી આપઘાતનો પ્રયાસ, 3 દિવસ પહેલા જ ઘરેથી ભાગ્યા હતા

મૂળ મધ્ય પ્રદેશનું વતની પ્રેમી યુગલ ખેત મજૂરી અર્થે ગુજરાત આવ્યું, ત્યારે બન્નેની આંખો મળી જતાં પ્રેમ પાંગર્યો.ગંભીર હાલતમાં હોસ્પિટલ ખસેડાયા

By: Sanket ParekhEdited By:Sanket ParekhPublish Date: Thu, 25 Dec 2025 04:49 PM (IST)Updated: Thu, 25 Dec 2025 04:49 PM (IST)
rajkot-news-lover-attampt-suicide-by-consume-poison-at-jasdan
HIGHLIGHTS
  • પ્રેમી બોટાદના તુરખાનો જ્યારે પ્રેમિકા ધંધુકાના દેવાળિયાની
  • પ્રેમી યુવક અને યુવતી બન્ને મામા-ફઈના ભાઈ-બહેન થતાં હતા

Rajkot: બોટાદના તુરખા ગામે ખેત મજૂરી અર્થે આવેલા મધ્ય પ્રદેશના યુવક અને ધંધુકાના દેવળીયા ગામે ખેત મજૂરી કરતી મધ્ય પ્રદેશની યુવતી વચ્ચે આંખ મળી જતાં બન્ને વચ્ચે પ્રેમ પાંગર્યો હતો. ત્રણ દિવસ પૂર્વે જ બન્ને પ્રેમી પંખીડા ઘરેથી ભાગીને નીકળી ગયા હતાં. ગઈકાલે જસદણમાં પ્રેમી યુગલે સજોડે ઝેરી દવા પી આપઘાતનો પ્રયાસ કર્યો હતો. બન્નેને ઝેરી અસર થતાં સારવાર માટે ખસેડવામાં આવ્યા હતાં.

આ બનાવ અંગે પોલીસમાંથી જાણવા મળતી વિગત મુજબ, બોટાદના તુરખા ગામે રહેતાં મનિષ ઘનસુભાઈ ભુરીયા (ઉ.25) અને ધંધુકાના દેવળીયા ગામે રહેતી રિંકુબેન રાહુલભાઈ વસુમીયા (ઉ.23) ગઈકાલે રાત્રીનાં જસદણમાં વિંછીયા રોડ પર હતાં, ત્યારે સજોડે ઝેરી દવા પી લીધી હતી. આપઘાતનો પ્રયાસ કરનાર યુવક અને યુવતીને તાત્કાલીક સારવાર માટે રાજકોટ સિવિલ હોસ્પિટલ ખાતે દાખલ કરવામાં આવ્યા હતાં.

પ્રાથમિક પુછપરછમાં આપઘાતનો પ્રયાસ કરનાર મનીષ ભુરીયા અને રિંકુબેન વસુમીયા મૂળ મધ્ય પ્રદેશના વતની છે અને બન્ને મામા-ફઈના ભાઈ બહેન થાય છે. બન્ને પોતાના પરિવાર સાથે મજૂરી અર્થે આવ્યા છે અને છેલ્લા ત્રણ વર્ષથી બન્ને વચ્ચે પ્રેમ પાંગર્યો છે.

3 દિવસ પૂર્વે જ મનિષ અને રિંકુ ઘરેથી ભાગી ગયા હતાં અને ગઈકાલે બન્નેએ સજોડે ઝેરી દવા પી આપઘાતનો પ્રયાસ કર્યો હોવાનું જાણવા મળ્યું છે. આ બનાવ અંગે જસદણ પોલીસે નોંધ કરી વધુ તપાસ હાથ ધરી છે.