Ahmedabad: શહેરના શેલા વિસ્તારમાં આવેલી શાંતિ એશિયાટિક સ્કૂલ (Shanti Asiatic School) ખાતે ભવ્ય ક્રિસમસ સેલિબ્રેશનનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં મોટી સંખ્યામાં વિદ્યાર્થીઓ , વાલીઓ અને શિક્ષકોએ ઉત્સાહપૂર્વક ભાગ લીધો હતો. આ સાથે બેગલેસ ડે ની પણ વિદ્યાર્થીઓએ આનંદપૂર્વક ઉજવણી કરી હતી. સર્જનાત્મક પ્રવૃત્તિઓના ભાગ રૂપે બાળકોએ સાન્ટા ફેસ આર્ટવર્ક બનાવ્યું હતું.
આ ઉજવણી સાથે ઉત્સવો વિષય પર એક ખાસ 'ઉત્સવ' નામનું સેશન પેરેન્ટસ, સ્ટુડન્ટસ અને ટીચર્સના સહયોગ દ્વારા યોજવામાં આવ્યુ હતું. આ 'ઉત્સવ' સેશનમાં પેરેન્ટસ સાથે મળીને વિદ્યાર્થીઓએ હોળી, દિવાળી, ગુરુપુરબ, દુર્ગા પૂજા અને નાતાલ જેવા વિવિધ તહેવારોનું ઇન્ટરેક્ટિવ પ્રેઝન્ટેશન, ચર્ચાઓ અને પ્રવૃત્તિઓ કરી હતી. જેનાથી વિદ્યાર્થીઓને સાંસ્કૃતિક વિવિધતા અને તહેવારોના મહત્વને આકર્ષક અને અનુભવપૂર્ણ રીતે સમજવામાં મદદ મળી હતી.
આમ આ સેશન ઉજવણી અને એકતાનું પ્રતીક બન્યું હતું, તેમજ 'બેગલેસ ડે'ની પ્રવૃત્તિઓએ આનંદદાયક શિક્ષણ, સર્જનાત્મકતા અને મજબૂત સ્કૂલ- પેરેન્ટસના સહયોગને પ્રોત્સાહન આપ્યું.
