અમદાવાદના સોલા STP પ્લાન્ટમાં દુર્ઘટના, સુપરવાઈઝર સહિત 4 લોકો ખાબક્યા; 2 લોકોને બચાવાયા, 2 હજુ પણ લાપતા

ફાયર બ્રિગેડના જવાનોએ 2 લોકોને બેભાન હાલતમાં બહાર કાઢી અને સારવાર અર્થે સોલા સિવિલ હોસ્પિટલમાં ખસેડ્યા છે.

By: Purvalak DabhiEdited By:Purvalak DabhiPublish Date: Mon, 26 Oct 2026 05:50 PM (IST)Updated: Mon, 26 Oct 2026 05:50 PM (IST)
ahmedabad-sola-stp-plant-accident-four-workers-falls-rescue-operation

Ahmedabad Accident News: અમદાવાદ શહેરના સોલા વિસ્તારમાં સ્થિત મ્યુનિસિપલ કોર્પોરેશનના સીવેજ ટ્રીટમેન્ટ પ્લાન્ટ (STP) માં દુર્ઘટના સર્જાઈ છે. સોલા STP પ્લાન્ટમાં વેલ્ડીંગ કામ કરી રહેલા મજૂર અને સુપરવાઈઝર સહિત કુલ 4 લોકો પ્લાન્ટની અંદર પડી ગયા હતા. ઘટનાની જાણ થતાં જ ફાયર બ્રિગેડની ટીમ તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચી ગઈ હતી.

ફાયર બ્રિગેડના જણાવ્યા મુજબ, સોલા STP પ્લાન્ટમાં HNB એજન્સી નામની કંપનીના 4 કર્મચારીઓ વેલ્ડિંગ કામ કરી રહ્યા હતા. કામગીરી દરમિયાન ગેસ બનવાના કારણે વર્કર બેભાન થઈ જતા અંદર ખાબક્યા હતા. ઘટનાસ્થળે પહોંચેલી ફાયર બ્રિગેડની ટીમે તાત્કાલિક કાર્યવાહી કરીને 2 લોકોને બહાર કાઢી હોસ્પિટલ મોકલ્યા હતા.

ફાયર બ્રિગેડની ટીમે બાકીના 2 લોકોને શોધવા માટે રેસ્ક્યૂ ઓપરેશન ચાલુ રાખ્યું છે. આ દુર્ઘટનામાં પ્લાન્ટમાં ખાબકેલા લોકોની ઓળખ સાઈડ ઈન્ચાર્જ મનોજ, વેલ્ડીંગ વર્કર અભિષેક, સાઈડ PM રૂપેશ અને ગાડી ડ્રાઈવર નિલેશ તરીકે થઈ છે. હાલમાં ફાયર બ્રિગેડ દ્વારા લાપતા કર્મચારીઓની શોધખોળ કરવામાં આવી રહી છે.