Rajkot: સૌરાષ્ટ્રના લોકલ અને સુરત અથવા મહારાષ્ટ્ર તરફના લાંબા રૂટ ચાલતી એક જ નંબર પ્લેટની પાવન ટ્રાવેલ્સની બસના સંચાલકો દ્વારા રોડ ટેક્સ અને વીમો બચાવવા એક જ નંબર પ્લેટવાળી લક્ઝરી બસોનું કૌભાંડ પોલીસે પકડી પાડ્યું છે.
સુરત-સૌરાષ્ટ્ર રૂટ પર ચાલતા આ નેટવર્કમાં 1.55 કરોડથી વધુના 11 વાહનો જપ્ત કરી 3 ટ્રાવેલ્સ સંચાલકો સામે ગુનો નોંધી ત્રણેયની ધરપકડ કરાઈ છે. મુખ્ય સૂત્રધાર પાવન જયસ્વાલ અને અન્યો સામે કાર્યવાહી કરાઈ છે. આ કૌભાંડથી સરકારને લાખોનું નુકસાન થયું છે.
રાજકોટ જિલ્લા અને સૌરાષ્ટ્ર તેમજ ગુજરાતમાં ચાલતી પાવન ટ્રાવેલ્સની બસનો ટેક્સ તથા વાહન વીમો બચાવવાના ઇરાદે એક જ સરખા રજીસ્ટ્રેશન નંબરની પ્લેટો લગાડીને જુદા જુદા રૂટ પર એક સરખા નંબર વાળી અનેક ખાનગી બસો દોડાવવાનું કારસ્તાન ચાલતું હોવાની માહિતીને આધારે જેતપુર ઉધોગનગર પોલીસે તપાસ કરી ટેક્સ ચોરીનું મોટું રેકેટ ઝડપી લઇ 10 લક્ઝરી ટ્રાવેલ્સ બસ અને 1 મારુતિ ઓમ્ની કાર સહિત કુલ રૂ.1.15 કરોડના 11 વાહનો કબજે કર્યા છે.
પોલીસની તપાસ દરમિયાન જાણવા મળ્યું કે, જૂનાગઢ તરફથી રાજકોટ તરફ જઈ રહેલી ’શ્રી મહાલક્ષ્મી ટ્રાવેલ્સ’ની સ્લીપર કોચ બસમાં ખોટી નંબર પ્લેટ લગાવેલી હોવાની માહિતીને આધારે પોલીસે પોરબંદર-રાજકોટ નેશનલ હાઈવે પર રબારીકા ચોકડી પાસે વોચ ગોઠવી હતી. જ્યાંથી બાતમીવાળી બસ પસાર થતાં જ તેને અટકાવી આગળ-પાછળ જોતાં એઆર- 01, 9905 નંબરની પ્લેટ માલૂમ પડી હતી.
તેમજ બસ ચાલક કૌશિક યોગેશભાઈ જયસ્વાલ (રહે. મેંદરડા, જૂનાગઢ) પાસે બસના કાગળો કે ડ્રાઈવિંગ લાયસન્સ નહોતા. સઘન પૂછપરછ દરમિયાન તેણે કબૂલ્યું કે, તેના નાના ભાઈના નામે રજીસ્ટર્ડ બસની વધારાની નંબર પ્લેટો આ બસ પર લગાડી ટેક્સ અને વીમો ભર્યા વગર તે બસ ચલાવતો હતો.
આ દરમિયાન એ જ નંબર ધરાવતી બીજી ગુલાબી અને સફેદ કલરની બસ પણ ત્યાંથી પસાર થતાં પોલીસે તેને પણ આંતરી લીધી હતી. જેતપુર ઉદ્યોગનગર પોલીસે ગુનાઓ નોંધી મુખ્ય સૂત્રધારો પાવન અલ્પેશભાઈ જયસ્વાલ, અલ્પેશ ઉર્ફે ટોનુ નવીનચંદ્ર જયસ્વાલ તથા કૌશિક યોગેશભાઈ જયસ્વાલ સહિતના શખ્સો સામે કાર્યવાહી કરી ત્રણ આરોપીઓની અટકાયત કરી લેવાઈ છે.
પ્રથમ સફળતા બાદ પોલીસે તપાસ લંબાવી જેતપુર-જૂનાગઢ હાઈવે પર ’પાવન ટ્રાવેલ્સ’ના ડેલામાં દરોડો પાડતાં પોલીસ પણ સ્તબ્ધ થઈ ગઈ હતી, કારણ કે ત્યાં પડી રાખેલી અન્ય ચાર જેટલી ખાનગી લક્ઝરી બસોમાં પણ આગળ-પાછળ એક જ સરખો રજીસ્ટ્રેશન નંબર વાળી બનાવટી નંબર પ્લેટો લગાડેલી બસ મળી આવી હતી. આ તમામ બસો આરટીઓના ચોપડે કોઈ જ સત્તાવાર નોંધણી કે ટેક્સ ભરપાઈ કર્યા વિના માત્ર કાગળ પર ઊભા કરાયેલા નંબરોની મદદથી ખાનગી હાઈવે રૂટ પર દોડાવવા માટે તૈયાર રાખવામાં આવી હતી.
પોલીસની પ્રાથમિક પૂછપરછમાં વિગતો પ્રકાશમાં આવી છે કે, આ કૌભાંડના સૂત્રધારો એક જ સરખા નંબર ધરાવતી બસો પૈકી એક બસ સૌરાષ્ટ્ર પટ્ટાના લોકલ રૂૂટ પર ચલાવતા, જ્યારે બિલકુલ એ જ નંબર પ્લેટ ધરાવતી બીજી બસને સુરત અથવા મહારાષ્ટ્ર તરફના લાંબા રૂટ પર દોડાવતા હતા.
આ પ્રકારની મોડસ ઓપરેન્ડીને કારણે હાઈવે પોલીસ પણ થાપ ખાઈ જતી હતી. લાંબા સમયથી વહીવટી તંત્રની આંખમાં ધૂળ નાખીને આચરાતી આ પ્રવૃત્તિથી સરકાર ને લાખો રૂપિયાના ટેક્સનું નુકસાન થયું હોવાની આશંકા સેવાઈ રહી છે. રાજકોટ રેન્જ આઈજી નિર્લિપ્ત રાય અને જીલ્લા પોલીસ વડા વિજયસિંહ ગુર્જરની સુચનાને આધારે જેતપુર ઉદ્યોગનગર પોલીસ મથકના પી.આઈ એસ.એચ.શર્મા, પીએસ આઈ કે.બી.ગઢવી, નીલેશભાઇ મકવાણા, હિતેષભાઇ વરૂ, અજયભાઇ રાઠોડ, રાજુભાઇ'
