Rajkot News: રાજકોટના જેતપુરમાં હિન્દુ યુવકે ધર્મ પરિવર્તન કર્યો, પરિવારની ઇચ્છા વિરુદ્ધ સુન્નત કરવા હોસ્પિટલ પહોંચ્યો

By: Rakesh ShuklaEdited By:Rakesh ShuklaPublish Date: Wed, 05 Jul 2023 03:40 PM (IST)Updated: Wed, 05 Jul 2023 03:50 PM (IST)
rajkot-news-in-jetpur-hindu-youth-reaches-hospital-for-circumcision

Rajkot News: રાજકોટ જિલ્લાના જેતપુરનો હિન્દુ યુવાન આશિષ ગોસ્વામી પોતાના ધર્મ પરિવર્તન કરીને અસલીમ મોહમ્મદ શેખ બની ગયો છે. આ યુવક જેતપુરની સરકારી હોસ્પિટલમાં સુન્નત કરાવવા માટે પહોંચ્યો ત્યારે પરિવાર દ્વારા નારાજગી વ્યક્ત કરવામાં આવી હતી. યુવકનું આ પ્રકારનું પગલું ભરશે તેવી પરિવારને ખબર જ નહોતી. આ યુવકે કઇ રીતે મુસ્લિમ ધર્મ અપનાવ્યો એ અંગે ખુલાસા થઈ રહ્યા છે. હિન્દુ સંગઠનના લોકો ધર્મ પરિવર્તન કરનાર યુવકને સમજાવવા હોસ્પિટલ પહોંચ્યા હતા.

જેતપુરમાં બનેલી આ ઘટનામાં ઇન્સ્ટાગ્રામના માધ્યમથી યુવકને બાંગ્લાદેશને યુવતી સાથે સંપર્કમાં આવ્યો હતો. જે બાદ યુટ્યૂબ અને વેબસાઈટ માધ્યમથી તેનો બ્રેનવોશ કરવામાં આવ્યું હતું. આશિષ ગોસ્વામી નામના યુવકે છ મહિના પહેલા ધર્મ અંગીકાર કર્યો હોવાનો ખુલાસો થઈ રહ્યો છે. યુવકે પોતાનું નામ પણ બદલી લીધું હતું.

હિન્દુમાંથી મુસ્લિમ બનેલા આશિષે બાંગ્લાદેશની યુવતી સાથે ઓનલાઇન નીકાહ પણ કરી લીધા હોવાનું સામે આવ્યું છે.યુવક પરિવારની ઈચ્છા વિરુદ્ધ સુન્નત કરાવવા માટે હોસ્પિટલમાં પહોંચ્યો હતો. જે અંગે જાણ થતાં હિન્દુ સંગઠન આવ્યું હતું અને યુવકની સુન્નત કરાવવાની વાતનો તેના પરિવારના સભ્યો અને હિન્દુ સંગઠને વાંધો ઉઠાવ્યો હતો.

વિશ્વ હિન્દુ પરિષદના કનુભાઈ લાલુએ જણાવ્યું હતું કે જ્યારે તેમણે હોસ્પિટલ ધર્મ પરિવર્તન કરનાર યુવક આવ્યો છે. તો તેને સમજાવવા માટે અમે પહોંચ્યા છીએ. અન્ય બે યુવકો પણ એ યુવકની સાથે હતા અને એ બન્ને યુવકો તેને સુન્નત કરાવવા માટે કંઈ રહ્યા હતા. યુવકને સમજાવવાનો પ્રયાસ કરવામાં આવ્યો હતો પરંતુ તે ગુસ્સે થઇ જતો હતો. આ યુવક ઘરે તેના માતા-પિતાને ગાળો આપે છે. આ નેટવર્ક ક્યાંથી ચલાવવામાં આવે છે. તેની પાછળ કોનો હાથ છે.તેનો પર્દાફાશ કરવો જરૂરી છે. યુવકને સમજાવવા છતાં તે માનવા માટે તૈયાર ન હતો. આ પછી તેને પોલીસને સોંપવામાં આવ્યો હતો.