Rajkot: મવડીમાં કૉલેજિયન યુવતીનો આપઘાતનો પ્રયાસ, ધો.11ના વિદ્યાર્થી સાથેનો પ્રેમસબંધ સમાજ નહીં સ્વીકારે તે ડરે એસિડ પીધું

અન્ય એક બનાવમાં શ્રીહરી ઈન્ડસ્ટ્રીઝ એરિયામાં એક યુવક અન્ય યુવતી સાથે વીડિયો કોલ પર વાત કરી રહ્યો હતો. આ બાબતની પત્નીને જાણ થતાં તેણે એસિડ પીને આપઘાતનો પ્રયાસ કર્યો

By: Sanket ParekhEdited By:Sanket ParekhPublish Date: Sat, 18 Oct 2025 05:11 PM (IST)Updated: Sat, 18 Oct 2025 05:11 PM (IST)
rajkot-news-husband-and-collage-girl-attampt-suicide-by-conume-phynile
HIGHLIGHTS
  • કોલેજિયન યુવતી અને 17 વર્ષનો તરુણ એકબીજાના ગળાડૂબ પ્રેમમાં
  • યુવતીને ગંભીર હાલતમાં સિવિલ હોસ્પિટલ ખસેડાઈ, પરિવારનું નિવેદન નોંધ્યું

Rajkot: આજનાં સમયમા સગીર વયનાં બાળકો ભણવાની ઉંમરે મોબાઇલમા સોશિયલ મીડિયા મારફતે એકબીજાનાં પ્રેમમાં પડી ન કરવાનુ કરી બેસે છે. જેને લીધે તેમનાં પરિવારને ભોગવવાનો વારો આવે છે, ત્યારે આવી જ એક ઘટના રાજકોટ શહેરમાં બની છે. જેમાં શહેરની ભાગોળે આવેલી એક કોલેજમાં અભ્યાસ કરતી 19 વર્ષની યુવતી 17 વર્ષનાં તરુણનાં પ્રેમમા પડી હતી. બંને વચ્ચે પ્રેમ સબંધ બંધાયા બાદ પરીવારજનો આપણા સબંધોને સ્વીકારશે નહી તેવો ડર લાગતા યુવતીએ એસિડ પી લઇ આપઘાતનો પ્રયાસ કરતા હાલ તેણીને સારવાર માટે સિવીલ હોસ્પિટલે ખસેડવામા આવી છે.

પોલીસ સુત્રોમાથી જાણવા મળતી વિગતો મુજબ, રાજકોટ શહેરમાં મવડી વિસ્તારમાં રહેતી 19 વર્ષની યુવતીએ ગઇકાલે બપોરનાં સાડા બાર વાગ્યે મહાનગર પાલિકા ચોક નજીક આવેલા કોમ્પ્લેક્ષમાં એસિડ પી લેતા તેમને ગંભીર હાલતમાં સારવાર માટે સિવીલ હોસ્પિટલે ખસેડવામા આવી હતી. આ ઘટનાની હોસ્પિટલ ચોકીનાં સ્ટાફે એન્ટ્રી નોંધી એ ડીવીઝન પોલીસ મથકને જાણ કરવામા આવતા પોલીસ સ્ટાફ સિવિલ હોસ્પિટલે પહોંચી ગયો હતો. આ સમયે પોલીસને જાણવા મળ્યુ હતુ કે યુવતી રાજકોટની ભાગોળે આવેલી એક કોલેજમાં અભ્યાસ કરે છે અને તેનાં પિતા મજૂરી કામ કરે છે.

યુવતી તેમનાંથી બે વર્ષ નાના 17 વર્ષનાં અને 11 મા ધોરણમાં ભણતા તરુણનાં સંપર્કમા 3 મહિના પહેલા આવી હતી. જે બાદ બંને ઇન્સ્ટાગ્રામ થકી વાતચીત કરતા હતા અને મળતા હતા.આ દરમિયાન બંને વચ્ચે ગાઢ પ્રેમ સબંધ બંધાયો હતો.જો કે બંનેની જ્ઞાતી અલગ હોવાથી પરીવારજનો સ્વીકારશે નહી તેવો ડર યુવતીને લાગ્યો હતો. જેથી તેમણે એસિડ પી લઇ આપઘાતનો પ્રયાસ કર્યો હતો.

અન્ય યુવતી સાથે વીડિયો કોલમાં વાત કરતા પત્નીએ પકડી લેતા પતિએ એસિડ પીધુ
શ્રીહરિ ઈન્ડસ્ટ્રીઝ એરિયામાં રહેતાં સાનુ સકીલભાઈ ખાન નામનો 30 વર્ષનો યુવાન રાત્રીના આઠ વાગ્યે પોતાના ઘરે હતો, ત્યારે તેણે એસિડ પી લીધું હતું. યુવકને ઝેરી અસર થતાં સારવાર માટે સિવિલ હોસ્પિટલ ખાતે દાખલ કરવામાં આવ્યો હતો.

naidunia_image

પોલીસની પ્રાથમિક પુછપરછમાં સાનુ ખાન અન્ય યુવતી સાથે વીડિયો કોલમાં વાત કરતો હતો. જેની પત્નીને જાણ થતાં સાનુ ખાને એસિડ પી લીધું હોવાનું જાણવા મળ્યું છે. આ બનાવ અંગે થોરડા પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.'