Rajkot: આજી ડેમ ચોકડી નજીક હિટ એન્ડ રનઃ કાળમુખા ટ્રકે એક્ટિવાને ઉલાળ્યું, પાંચ બહેનોના એકના એક ભાઈનું મોત

સંજય જાદવ ગોંડલ ચોકડી તરફ જઈ રહ્યો હતો, ત્યારે પુરપાટ આવતા ટ્રકના ચાલકે એક્ટિવાને ઠોકરે ચડાવ્યું. નીચે પટકાયા યુવકનું ઘટના સ્થળે જ મોત

By: Sanket ParekhEdited By:Sanket ParekhPublish Date: Wed, 21 May 2025 05:46 PM (IST)Updated: Wed, 21 May 2025 05:46 PM (IST)
rajkot-news-hit-and-run-near-aji-dam-man-died
HIGHLIGHTS
  • મૃતક 6 ભાઈ-બહેનોના પરિવારમાં સૌથી મોટો હતો

Rajkot: શહેરના આજી ડેમ ચોકડી નજીક બાયપાસ હાઈવે પર હિટ એન્ડ રનનો બનાવ સામે આવ્યો છે. જેમાં પુરપાટ આવતા ટ્રક ચાલકે એક્ટિવાને ઠોકરે ચડાવતા પાંચ બહેનોના એકના એક ભાઈનું ઘટના સ્થળે જ કમકમાટીભર્યું મોત નીપજ્યું છે.

આ અંગે પ્રાપ્ત વિગતો મુજબ, આજી ડેમ ચોકડી નજીક આવેલ મચ્છાનગરમાં રહેતો સંજય જાદવ (22) આજે બપોરે પોતાનું એક્ટિવા લઈને ગોંડલ ચોકડી તરફ જઈ રહ્યો હતો. સંજયનું એક્ટિવા રામવન જવાના બાયપાસ હાઈવે પર પહોંચ્યુ, ત્યારે પુરપાટ આવતા ટ્રકના ચાલકે પોતાનું વાહન ગફલત રીતે હંકારીને એક્ટિવાને ટક્કર મારી હતી.

ટ્રકની ટક્કરથી નીચે પટકાયેલા સંજયનું ઘટના સ્થળે જ કમકમાટીભર્યું મોત નીપજ્યું હતુ. જ્યારે અકસ્માત સર્જ્યા બાદ ટ્રક ચાલક ઘટના સ્થળેથી નાસી છૂટ્યો હતો. બીજી તરફ આ બનાવના પગલે ઘટના સ્થળે લોકોના ટોળા એકઠા થઈ ગતા હતા.જ્યારે બનાવની જાણ થથા આજી ડેમ પોલીસ ચોકીો સ્ટાફ તાત્કાલિક દોડી આવ્યો હતો. જ્યાં જરૂરી કાર્યવાહી કરીને મૃતદેહને પોસ્ટમોર્ટમ અર્થે સિવિલ હોસ્પિટલ ખસેડી આગળની તપાસ હાથ ધરી છે.

પોલીસની પ્રાથમિક તપાસમાં મૃતક સંજય પાંચ બહેનો વચ્ચે એકનો એક મોટો ભાઈ હતો, જે કારખાનામાં કામ કરતો હતો. આજે બપોરે તે પોતાનું એક્ટિવા લઈને ગોંડલ ચોકડી તરફ કામ અર્થે જતો હતો. આ સમયે કાળ ભેટી જતાં પરિવારજનોમાં શોકનું મોજું ફરી વળ્યું છે. હાલ તો આજી ડેમ પોલીસે અકસ્માત સર્જીને ભાગી છૂટેલા ટ્રક ચાલક વિરુદ્ધ ગુનો નોંધીને તેની ધરપકડ કરવા તપાસના ચક્રો ગતિમાન કર્યાં છે.