Rajkot: મુસ્લિમ યુવતી સાથે લવ મેરેજ કરનાર હિન્દુ યુવકના પુત્રના બારોબાર ખતના કરી નાંખ્યા, ગુપ્તાંગમાં પાટા બાંધેલા જોઈ પિતા ચોંક્યા

પુત્રને પેશાબની જગ્યાએ દુ:ખતુ હોવાની ફરિયાદ કરતાં પિતાએ પેન્ટ ખોલીને ચેક કર્યું. પત્ની, સાસુ-સસરા અને ખતના કરનાર ડોક્ટર વિરુદ્ધ પોલીસમાં લેખિત ફરિયાદ

By: Sanket ParekhEdited By:Sanket ParekhPublish Date: Thu, 02 Jan 2025 06:02 PM (IST)Updated: Thu, 02 Jan 2025 06:02 PM (IST)
rajkot-news-hindu-man-love-marriage-with-muslim-girl-son-sunnath-operation
HIGHLIGHTS
  • યુવકે વાંધો ઉઠાવતા પત્ની પુત્રને લઈને ક્યાંક ચાલી ગઈ
  • ફરિયાદ કરી તો સાસુ સકીનાબેને કહ્યું- 'અમારા ધર્મ મુજબ ખતના કરાવવું પડે'

Rajkot: રૈયા ટેલિફોન એક્સચેન્જ પાસે તુલસીપાર્કમાં રહેતા યુવાન કન્સ્ટ્રક્શનના ધંધાર્થી દ્વારા યુનિવર્સિટી પોલીસ સ્ટેશનમાં પત્ની રુકશાર તેમજ જામનગરમાં પટેલ કોલોનીમાં રહેતા સાસુ, સસરાએ ખતના કરનાર ડોકટર અથવા જમાત ખાનાના જમાતી વિરૂધ્ધ લેખિત ફરિયાદ કરી હતી.

યુવાને પોલીસમાં કરેલી અરજીમાં જણાવ્યા મુજબ, તેણે 2018ના વર્ષમાં રુકસાર નામની મુસ્લિમ યુવતી સાથે પ્રેમલગ્ન કર્યા હતા. આ લગ્નજીવન થકી તેને સંતાનમાં કબીર નામનો 4 વર્ષીય પુત્ર છે. ગત 21 ડિસેમ્બરના રોજ હું કામ અર્થે જામનગર ગયો હતો, જ્યાં અઠવાડિયા સુધી મારા ભાઈના ઘરે રોકાયો હતો. મારું કામ પુરુ થતાં હું ઘરે પરત ફર્યો, ત્યારે મારો પુત્ર કબીર મારી પાસે આવ્યો હતો.

મારા પુત્રએ કહ્યું કે, મને પેશાબની જગ્યાએ દુખે છે. આથી મેં તેનું પેન્ટ ખોલીને ચેક કરતાં પુત્રના ગુપ્તાંગમાં પાટા બાંધેલા હતા. આથી આ બાબતે પત્નીને પૂછતા તેણે જણાવ્યું કે, કબીરને ખતના કરાવ્યું છે.

આથી મેં રુકસારને કહ્યું કે, લગ્ન બાદ પિતાનો જે ધર્મ હોય, તેજ પિતાનો હોય. પુત્રનું નામ પણ આપણે કબીર રાખ્યું છે. આથી પત્ની ઉશ્કેરાઈ ગઈ હતી અને મને ભૂંડી ગાળો બોલવા લાગી હતી.

જો કે મારા પુત્રને અસહ્ય દુ:ખાવો થતો હોવાથી મેં તેને હોસ્પિટલ લઇ જવા માટે મારા પરિવારના સભ્યોને જાણ કરેલ અને બધાને ભેગા કરવાનું નક્કી કર્યું હતું. મારી પત્નીને પણ કહ્યું હતું કે, તારા માતા-પિતાને અને બધાને બોલાવી લે, પુત્ર કબીરને હોસ્પિટલે લઇ જાવો પડશે.

મેં સાસુ સકીનાબેનને ફોન કરી વાત કરતા તેમણે કહ્યું હતું કે, અમારા ધર્મ મુજબ ખતના કરાવી પડે. તું ઘરે હાજર ના હોય જેથી તારી જાણ બહાર અમોએ આ કરાવેલ છે અને તને જો કોઈ આ બાબતથી તકલીફ હોય અને જો કંઇ વાંધો ઉઠાવીશ તો તને જાનથી મારી નાખીશ તેવી ધમકી આપી હતી. તેઓએ મારી ઉપર ખોટી ફરીયાદો કરવાનું કહી ફોન કાપી નાખ્યો હતો.યુવાન તેના માતા પિતાને મારા ઘરે થી રોડ સુધી લેવા જતા પત્ની રૂકસાર પુત્ર કબીરને તેની સાથે લઇને ઘરેથી યુવાનની જાણ બહાર ક્યાક ચાલી ગઇ હતી.

જે બાદ યુવાને પત્ની અને પુત્રની શોધખોળ કરી હતી, પણ તેમનો કયાંક પતો લાગ્યો ન હતો.યુવાને તેની જાણ બહાર તેના પુત્રની ખતના કરાવી નાખનાર પત્ની, જામનગરમાં રહેતા સાસુ-સસરા તેમજ ખતના કરનાર ડોકટર અથવા જમાતખાનાનો જમાતી વિરૂદ્ધ યુનિવર્સિટી પોલીસ સ્ટેશનમાં લેખિત ફરિયાદ અરજી કરી હતી.