Rajkot Sandhiya Bridge: રાજકોટવાસીઓને મોટી રાહત, રૂ. 74.32 કરોડના ખર્ચે નિર્મિત ફોર લેન રેલવે ફ્લાય ઑવર બ્રિજ ખુલ્લો મૂકાયો

678 મીટર લાંબો અને 16.24 મીટર પહોળો સાંઢિયા પુલ કાર્યરત થતા રાજકોટવાસીઓ માટે પરિવહન ઝડપી બનશે

By: Sanket ParekhEdited By:Sanket ParekhPublish Date: Sat, 13 Jun 2026 07:56 PM (IST)Updated: Sat, 13 Jun 2026 07:57 PM (IST)
rajkot-news-harsh-sanghavi-inaugurates-sandhiya-rajkot-fly-over-bridge
HIGHLIGHTS
  • 50 હજાર જેટલા વાહન ચાલકોને ટ્રાફિક જામમાંથી મુક્તિ મળશે

Rajkot Sandhiya Bridge: રાજ્યના નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીના હસ્તે આજે રાજકોટ ખાતે નવનિર્મિત 4-લેન રેલ્વે ફ્લાયઓવર બ્રિજ-સાંઢિયા પુલનું લોકાર્પણ કરવામાં આવ્યું હતું. રાજકોટ મહાનગરપાલિકા દ્વારા જામનગર રોડ ઉપર રૂ. 74.32 કરોડના ખર્ચે આ અદ્યતન બ્રિજનું નિર્માણ કરવામાં આવ્યું છે.

આ રેલવે ફ્લાયઓવર બ્રિજ ખુલ્લો મૂકાતા રાજકોટવાસીઓનું પરિવહન વધુ ઝડપી તેમજ સુવિધાજનક બન્યું છે. આ બ્રિજ કાર્યરત થતાં અંદાજિત 50 હજાર જેટલા વાહનોને રોજિંદી ટ્રાફિક સમસ્યામાંથી મુક્તિ મળશે.

ઉલ્લેખનીય છે કે, આ બ્રિજની કુલ લંબાઈ 678 મીટર અને કુલ પહોળાઈ 16.24 મીટર છે. રેલ્વે ટ્રેકથી આ પુલની ઊંચાઈ 6.25 મીટર છે. લોકાર્પણ કાર્યક્રમમાં નાયબ મુખ્યમંત્રીને ગાર્ડ ઓફ ઓનર આપી સન્માનિત કરવામાં આવ્યા હતા.

naidunia_image

તકતી અનાવરણ બાદ નાયબ મુખ્યમંત્રીએ વરિષ્ઠ અધિકારીઓ પદાધિકારીઓ સાથે આ નવનિર્મિત બ્રિજનું નિરીક્ષણ કર્યું હતું. આ પ્રસંગે બ્રિજ ઉપર થોડા થોડા અંતરે ફુગ્ગાને હવામાં તરતા મૂકીને નાયબ મુખ્યમંત્રીનું ઉષ્માભર્યું સ્વાગત કરવામાં આવ્યું હતું. આ તકે નાયબ મુખ્યમંત્રીએ સૌ ઉપસ્થિતોનું અભિવાદન ઝીલ્યું હતું.