આટકોટની નિર્ભયાને 40 દિવસમાં ન્યાય બાદ હર્ષ સંઘવીનો ગુનેગારોને સ્પષ્ટ સંદેશ- 'બહેન-દીકરીઓ પર હુમલો એટલે જીવનનો અંત નિશ્ચિત'

દુષ્કર્મ જેવા જઘન્ય ગુનાઓને લઈને ગુજરાત સરકાર ખૂબ જ ગંભીરતાથી કામ કરી રહી છે.હવે ગુજરાતમાં ગુનેગારોને વર્ષો સુધી ન્યાયથી બચવાની તક નથી મળતી: હર્ષ સંઘવી

By: Sanket ParekhEdited By:Sanket ParekhPublish Date: Sat, 17 Jan 2026 08:06 PM (IST)Updated: Sat, 17 Jan 2026 08:06 PM (IST)
rajkot-news-harsh-sanghavi-clear-message-to-rape-accuse-after-40-days-of-justice-for-aatkots-nirbhaya
HIGHLIGHTS
  • હર્ષ સંઘવીએ રાજકોટ ગ્રામ્ય પોલીસ, ન્યાય તંત્ર અને વકીલોનો આભાર માન્યો

Rajkot: આટકોટમાં 6 વર્ષની બાળકી પર દુષ્કર્મ કેસમાં સ્પેશિયલ પોક્સો કોર્ટે ઐતિહાસિક ચુકાદો આપતા ગુનો બન્યાના માત્ર 40 દિવસની અંદર ન્યાયિક પ્રક્રિયા પૂર્ણ કરીને આરોપીને ફાંસીની સજા ફટકારી છે. જેને લઈને નાયબ મુખ્યમંત્રી અને ગૃહરાજ્ય મંત્રી હર્ષ સંઘવીએ પોલીસ, વકીલ અને ન્યાય તંત્રનો આભાર માન્યો છે.

બહેન-દીકરીઓ પર હુમલો કરશો તો જીવનનો અંત નિશ્ચિત
હર્ષ સંઘવીએ જણાવ્યું કે, આટકોટમાં 6 વર્ષની માસૂમ દીકરી પર દુષ્કર્મની ઘટનાના 40માં દિવસમાં ગુનેગારને ફાંસીની સજા આપવામાં ગુજરાત સરકારને સફળતા મળી છે. ગુજરાત સરકારનો સ્પષ્ટ સંદેશ છે કે, દીકરીઓ અને બહેનો ઉપર હુમલો એટલે જીવનનો અંત નિશ્ચિત.

મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના માર્ગદર્શનમાં અનેક દુષ્કર્મના કિસ્સાઓમાં 100 દિવસની અંદર આરોપીઓને ફાંસીની સજા અને આજીવન કેદની સજા અપાવવામાં સફળતા મળી છે.

આ પ્રકારના જઘન્ય ગુનાઓમાં ગુજરાત સરકાર ખૂબ જ ગંભીરતાથી કામ કરી રહી છે. આવનારા દિવસોમાં પણ આવા દુષ્કર્મના પેન્ડિંગ કેસો ઉપર પર આવી જ રીતે કામગીરી કરવાનો સરકારનો સંકલ્પ છે.

બાળકી-મહિલાઓ સામેના ગુનાઓ માટે ગુજરાત સરકારની નીતિ એકદમ સ્પષ્ટ છે. હવે ગુજરાતમાં ગુનેગારોને વર્ષો સુધી ન્યાયથી બચવાની તક નથી મળતી. આટકોટનો આ માત્ર એક કેસ નથી, પરંતુ કડક સંદેશ છે.

નિર્ભયા જેવો કાંડઃ 3 સંતાનોના પિતાએ બાળકી પર દુષ્કર્મ આચરી ગુપ્તાંગમાં સળિયો ઘુસાડ્યો
આજથી 40 દિવસ પૂર્વે રાજકોટ જિલ્લાના જસદણ તાલુકાના આટકોટમાં 6 વર્ષની બાળકી વાડીમાં રમી રહી હતી. જ્યારે તેના માતા-પિતા ખેતરમાં મજૂરી કરી રહ્યા હતા. આ સમયે બાજુના ખેતરમાં ભાગિયા તરીકે કામ કરતો મૂળ મધ્ય પ્રદેશના અલિરાજપુરનો રામસિંગ બાળકીને પાણીની ટાંકી પાછળ અવાવરું જગ્યાએ લઈ ગયો હતો. જ્યાં નરાધમે પોતાની હવસ સંતોષ્યા બાદ બાળકીના ગુપ્તાંગમાં લોખંડનો સળિયો ઘૂસાડી દેતા બાળકી લોહીલુહાણ થઈ ગઈ હતી.