Rajkot: શહેરમાં આપઘાતના પ્રયાસનો વધુ એક બનાવ સામે આવ્યો છે. જેમાં મૂળ કોલકાતાની વતની અને હાલ રાજકોટના અનમોલ પાર્કમાં રહેતી સગીરા સાથે વતનમાં રહેતા પ્રેમી સબંધ તોડી નાંખતા તેણીએ ઝેરી દવા પી લીધી હતી. હાલ તો સગીરાને સારવાર માટે હોસ્પિટલ ખસેડવામાં આવી છે.
આ બનાવ અંગે પોલીસમાંથી જાણવા મળતી વિગત મુજબ, આજીડેમ ચોકડી નજીક આવેલા અનમોલ પાર્કમાં રહેતી 16 વર્ષિય સગીરા પોતાના ઘરે હતી ત્યારે સાંજના પાંચેક વાગ્યના અરસામાં ઝેરી દવા પી લીધી હતી. સગીરાને ઝેરી અસર થતા સારવાર માટે સિવિલ હોસ્પિટલ ખાતે દાખલ કરવામાં આવી હતી.
આ પણ વાંચો
પોલાસની પ્રાથમિક તપાસમાં જાણવા મળ્યું છે કે, સગીરા મૂળ કોલકાતાની વતની છે અને ચાર બહેનમાં વચેટ છે. સગીરાને વતનમાં રહેતા તેના ગામના યુવક સાથે પ્રેમ સંબધ હતો.
ગઇકાલે બંન્ને ફોનમાં વાત કરતા તે દરમ્યાન યુવાન પ્રેમ સંબધ ટૂંકાવી લેવાનુ કહેતા સગીરાએ આવેશમાં આવી ઝેરી દવા પી લીધી હોવાનુ જાણવા મળ્યુ છે. આ બનાવ અંગે આજીડેમ પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.
