Rajkot: 'રિશ્વતની ઑફર કરી મારું અપમાન કરશો નહીં'- ભ્રષ્ટાચાર વિરુદ્ધ લડવા મનપાના અધિકારીનો અસરકારક પ્રયાસ ચર્ચાનું કેન્દ્ર બન્યો

પોસ્ટરમાં ગુણવંત શાહનો સંદેશો- 'મને મારા કામનો તગડો પગાર મળે છે. તમારું વ્યાજબી કામ કરી આપી હું તમારા પર કોઈ ઉપકાર કરતો નથી, હું તમારો મિત્ર છું'

By: Sanket ParekhEdited By:Sanket ParekhPublish Date: Tue, 18 Nov 2025 04:16 PM (IST)Updated: Tue, 18 Nov 2025 04:16 PM (IST)
rajkot-news-fight-against-corruption-officer-put-up-a-banner-with-a-message-in-the-office
HIGHLIGHTS
  • મેનેજર સૂર્યપ્રતાપસિંહ આવાસ યોજના શાખાનો હવાલો સંભાળે છે
  • દરેક ઑફિસમાં મૂકવા જેવી સૂચના હેડિંગ સાથેના પોસ્ટરો લગાવ્યા

Rajkot: રાજકોટ સહિત દેશની સરકારી કચેરીઓમાં લાંચના કિસ્સાઓ વચ્ચે રાજકોટ મહાનગરપાલિકા ની આવાસ યોજના શાખાના એક અધિકારીએ ભ્રષ્ટાચાર વિરુદ્ધ લડવા માટે એક અનોખો અને અસરકારક પ્રયાસ કર્યો છે, જે શહેરીજનોમાં ચર્ચાનું કેન્દ્ર બન્યો છે.

હાલમાં આવાસ યોજના શાખાનો હવાલો સંભાળી રહેલા મેનેજર સૂર્યપ્રતાપસિંહે પોતાની ચેમ્બર સહિત આખા વિભાગમાં 'દરેક ઓફિસમાં મૂકવા જેવી સૂચના' હેડિંગ સાથે પોસ્ટરો લગાવ્યા છે. આ પોસ્ટરોમાં લેખક ગુણવંત શાહનો અસરકારક સંદેશો લખેલો છે, જે અરજદારોને લાંચ ન આપવાનો સ્પષ્ટ મેસેજ આપે છે.

"મને મારા કામ બદલ તગડો પગાર મળે છે, રિશ્વતની ઓફર કરી મારું અપમાન કરશો નહીં. તમારું વાજબી કામ હું કરી આપું, તેમાં હું તમારા પર ઉપકાર નથી કરતો. તમારું કોઇપણ ગેરવાજબી કામ હું પૈસા લઇને ન કરી આપું તેની ખાતરી રાખશો. હું તમારો મિત્ર છું, કારણે કે, હું ભારતીય નાગરિક છું."

આ સંદેશ દ્વારા અધિકારીએ લાંચ આપીને કામ કરાવવા માંગતા તત્ત્વોને દૂર રહેવા અને લાંચ નહીં, પરંતુ સન્માન આપવા માટેનો અસરકારક મેસેજ આપ્યો છે.

BSFમાંથી આવેલા અને હાલમાં આવાસ યોજના શાખાનો હવાલો સંભાળી રહેલા મેનેજર સૂર્યપ્રતાપસિંહે પોતાની ચેમ્બર સહિત આખા વિભાગમાં 'દરેક ઓફિસમાં મુકવા જેવી સૂચના' હેડિંગ સાથે પોસ્ટરો લગાવ્યા છે.