Rajkot: ગઈકાલે રાજકોટની સિવિલ હોસ્પિટલમાં સારવાર લઈ રહેલા ગોંડલના વારાકોટડા રોડ પર આવેલા આવાસ ક્વાર્ટરમાં રહેતા બે સગા ભાઈઓના શંકાસ્પદ મોત થયા હોવાની ઘટના સામે આવી હતી. જેમાં બન્ને મૃતકોના ફોરેન્સિક પોસ્ટમોર્ટમ કરાવામાં આવતા ખુદ પિતાએ જ બન્ને બાળકોને ઝેરી દવા પીવડાવીને મોતને ઘાટ ઉતાર્યા હોવાનો ઘટસ્ફોટ થયો છે.
આ અંગે વિગતો આપતા ગોંડલના DySp ઝાલાએ જણાવ્યું કે, લગ્ન દરમિયાન પતિ-પત્ની વચ્ચે ચારિત્ર્યની શંકાને લઈને અવારનવાર ઝઘડા થતા હતા. આજથી 15 દિવસ અગાઉ જ પતિ-પત્ની વચ્ચે છૂટાછેડા થયા હતા. જે બાદ બન્ને બાળકો પિતા પાસે જ રહેતા હતા. પતિ વારંવાર પત્નીને કહેતો હતો કે, આ બન્ને બાળકો મારા નથી.
આ પણ વાંચો
બન્ને બાળકો પોતાના નહીં હોવાની શંકાને આધારે ખુદ પિતાએ જ બન્નેને ઝેર પાઈને મોતને ઘાટ ઉતાર્યા હોવાનું પિતાએ કબૂલ્યું છે. હાલ તો પોલીસ બાળકોને મોતને ઘાટ ઉતારનાર પિતાની ધરપકડ કરીને હત્યાનો ગુનો નોંધી આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.
ઝડપી અને વિશ્વસનીય સમાચારો માટે ડાઉનલોડ કરો ગુજરાતી જાગરણની ન્યૂઝ એપ.
