રાજકોટમાં સસરો બન્યો શેતાન: વિધવા પુત્રવધુની પડખામાં સૂઈ અડપલાં કર્યાં, સાસુને ફરિયાદ કરી તો કહ્યું- 'તેમના શરીરમાં તારો પતિ આવ્યો હતો'

પોતે ડૉક્ટર હોવાથી છેક ઉપર સુધી પહોંચ છે, તું મારું કઈ બગાડી નહીં શકે. પીડિતાને બદનામ કરી મૂકવાની બીક આપી જબરદસ્તી કરી

By: Sanket ParekhEdited By:Sanket ParekhPublish Date: Fri, 18 Apr 2025 07:41 PM (IST)Updated: Fri, 18 Apr 2025 07:41 PM (IST)
rajkot-news-father-in-law-molest-son-in-law-in-gandhigram-fir-filed
HIGHLIGHTS
  • રંગીન મિજાજી સસરો પુત્રવધુના ગુપ્તાંગ પર હાથ ફેરવતો, ત્યારે સાસુ નીચે જ સૂતી હતી

Rajkot: શહેરના ગાંધીગ્રામ વિસ્તારમાં એક ચોંકાવનારી ઘટના પ્રકાશમાં આવી છે. જેમાં 38 વર્ષીય વિધવા મહિલાએ પોતાના તબીબ સસરા પર જાતિય સતામણી અને આબરૂ લેવાની ધમકી આપવાનો ગંભીર આરોપ લગાવ્યો છે. આ મામલે ગાંધીગ્રામ-2 પોલીસે ગુનો નોંધી આરોપી સસરાને નોટિસ પાઠવી છે.

પોલીસ ફરિયાદમાં ભોગ બનનાર મહિલાએ જણાવ્યું કે, લગભગ પોણા બે વર્ષ પહેલાં તેમના પતિનું અવસાન થયું હતું. તેમના સાસુ અને સસરા બંને ડોક્ટર છે, અને હાલમાં તેઓ મેડિકલ સ્ટોરની દેખરેખ રાખે છે.

ગત તા. 19 મે, 2024ના રોજ તેઓ તેમના પુત્ર અને સાસુ-સસરા સાથે ચિત્રકૂટ ફરવા ગયા હતા. રાત્રે બધા અલગ રૂમમાં રોકાયા હતા, ત્યારે તેમની જાણ બહાર તેમના સસરા તેમની સાસુના બદલે તેમના રૂમમાં આવીને સૂઈ ગયા હતા. એટલું જ નહીં, તેમણે તેમના ગાલ, પેટ અને ગુપ્તાંગો પર હાથ ફેરવવાનું શરૂ કર્યું હતું. મહિલાએ જાગીને વિરોધ કરતાં સસરાએ તેમને ચૂપ રહેવા જણાવ્યું હતું.

મહિલાની સાસુને ઊંઘની સમસ્યા હોવાથી તેઓ દવા લઈને નીચે અલગ ગાદલા પર સૂતા હતા. જ્યારે મહિલા તેમને જગાડવા ગઈ, ત્યારે સસરાએ તેને ધમકી આપી કે, જો તે સાસુને જગાડશે તો સારું નહીં થાય. આથી ડરી ગયેલી મહિલા આખી રાત એક ખૂણામાં બેસી રહી હતી. સવારે તેમણે પોતાની આપવીતી સાસુને જણાવી હતી. જો કે સાસુએ પીડિતાને કહ્યું કે, તારા સસરાના શરીરમાં તારો પતિ આવ્યા હતો અને કોઈને આ વાત ન કરવા જણાવ્યું હતું, નહીં તો ઘર ચલાવવા માટે પૈસા નહીં આપે.

ગત તા. 24 માર્ચના રોજ જ્યારે તેમના ઘરે બેન-બનેવી આવ્યા હતા, ત્યારે તેમના સસરા પણ ત્યાં આવ્યા હતા. જેમણે તેમની સાથે રહેવાની વાત કરી તેમનાં કપડાં લાવવાનું કહ્યું હતું. મહિલાએ ઘરે મહેમાન હોવાથી શાંતિથી વાત કરવાનું કહેતા સસરાએ તેમની સાસુ સાથે બનતું ન હોવાનું જણાવ્યું હતું. જે બાદમાં સસરા તેમના ઘરે જ રોકાયા હતા અને રાત્રે સાડા ત્રણ વાગ્યે તેમના રૂમનો દરવાજો ખખડાવી રૂમમાં આવી જઈ તેમની સાથે જબરજસ્તી કરવાનો પ્રયાસ કર્યો હતો. મહિલાએ તેમને ધક્કો મારી પોતાના બેન-બનેવીને જગાડ્યા હતા, પરંતુ બદનામીના ડરથી સાચી વાત જણાવી ન હતી.

મહિલાએ જણાવ્યું કે તેમના સસરા તેમને ધમકી આપતા હતા કે તેઓ ડોક્ટર હોવાથી તેમની પહોંચ ઊંચી છે અને તેઓ તેમનું કંઈ બગાડી શકશે નહીં અને તને બદનામ કરી દેશે. આખરે કંટાળીને મહિલાએ ગઈકાલે તેમના સસરા વિરુદ્ધ ગાંધીગ્રામ-2 પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી હતી. પોલીસે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.