Rajkot: શહેરના મવડી વિસ્તારમાં રહેતા અને શાપર-વેરાવળમાં 'માઁ ખોડલ'નામે કારખાનું ધરાવતા પટેલ યુવકે શ્રમિક યુવતીના ત્રાસથ ઝેરી દવા ગટગટાવી આપઘાતનો પ્રયાસ કર્યો હોવાનો બનાવ સામે આવ્યો છે.
બિહારી યુવતીએ ખોટા કેસમાં ફિટ કરાવી દેવાની ધમકી આપી હતી
આ અંગે પ્રાપ્ત વિગતો પ્રમાણે, મવડીના વિશ્વ નગરમાં રહેતા અને શાપર-વેરાવળમાં 'માઁ ખોડલ' નામે ડ્રીલનું કારખાનું ધરાવતા કલ્પેશ રુપારેલિયા (32)એ ગઈકાલે કોરાટ ચોક નજીક ઝેરી દવા પી લેતા તેને સારવાર અર્થે સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો. આ બાબતની જાણ થતાં શાપર-વેરાવળ પોલીસે કારખાનેદારનું નિવેદન લઈને આગળની તપાસ હાથ ધરી છે.
પોલીસ પૂછપરછમાં કલ્પેશ રુપારેલિયાએ જણાવ્યું કે, છેલ્લા એક મહિનાથી તેમના કારખાનામાં એક બિહારી યુવતી કામ કરવા આવ છે. જે વારંવાર ખોટા ગુનામાં ફિટ કરાવી દેવાની ધમકી આપતી હતી. જેનાથી કંટાળીને પોતે ઝેરી દવા પી લીધી હતી.
ઝેર ગટગટાવ્યા બાદ કારખાનેદાર શાપર-વેરાવળ પોલીસ મથકે પહોંચ્યા હતા. જ્યાંથી પોલીસે તેમને સારવાર અર્થે મોકલી આપ્યા હતા. હાલ તો પોલીસે કલ્પેશ રૂપારેલિયાના આક્ષેપોના આધારે બિહારી યુવતીની શોધખોળ હાથ ધરી છે.
