Rajkot: દૂષ્કર્મ સહિતના ગુના અટકાવવા પોલીસની હોટલ સંચાલકોને કડક સૂચના, યુવક-યુવતીને ટૂંક સમય માટે રૂમ ના આપવા તાકીદ કરાઈ

સગીરા પુખ્ત વયના આધાર કાર્ડનો ઉપયોગ કરે, તો દુપટ્ટો હટાવી તેમના ચહેરાનો આધાર કાર્ડ સાથે મેળ કરાવવો પડશે. સમગ્ર હોટલના પરિસરમાં CCTV રાખવા અને તેનું રેકોર્ડિંગ સાચવવું.

By: Sanket ParekhEdited By:Sanket ParekhPublish Date: Tue, 23 Sep 2025 05:02 PM (IST)Updated: Tue, 23 Sep 2025 05:03 PM (IST)
rajkot-news-dont-give-booking-for-short-time-to-couple-dcp-order-to-hotel-owner
HIGHLIGHTS
  • હોટલના સંચાલકો અને માલિકો સાથે DCPની બેઠક
  • રૂમ મેળવનારનું પથિક સૉફ્ટવેરમાં ફરજિયાત રજિસ્ટ્રેશન કરાવવું

Rajkot: રાજકોટ શહેરની કેટલીક હોટલોમાં કૂટણખાના અને યુગલોને એકાંત પૂરાં પાડવા માટે કલાકોના હિસાબે રૂમ ભાડે આપવાની ગેરકાયદેસર પ્રવૃત્તિઓ ધમધમી રહી છે. આ પ્રવૃત્તિઓના કારણે ઘણીવાર મોહજાળમાં ફસાયેલી યુવતીઓ અને સગીરાઓનું શારીરિક શોષણ થતું હોવાના કિસ્સાઓ પણ સામે આવ્યા છે. રાજકોટમાં નોંધાતા દુષ્કર્મના ગુનાઓમાં વારંવાર આવી હોટલોના નામ પણ સામે આવે છે.

આ ગંભીર પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને ઝોન-2ના ડીસીપી દ્વારા એ-ડિવિઝન પોલીસ મથકમાં એક બેઠકનું આયોજન કરવામાં આવ્યું હતું. આ બેઠકમાં શહેરના હોટલ સંચાલકોને બોલાવીને કેટલાક કડક નિયમોનું પાલન કરવા માટે સૂચના આપવામાં આવી છે.

જે અંતર્ગત હોટલમાં આવતા કોઈપણ શંકાસ્પદ વ્યક્તિને જરૂરી ડોક્યુમેન્ટ્સ ચકાસ્યા બાદ જ રૂમ આપવો. સગીર વયની યુવતીઓ જો કોઈ પુખ્ત વયના આધાર કાર્ડનો ઉપયોગ કરે તો, તેમના ચહેરાનો આધાર કાર્ડ સાથે મેળ કરવો. જો તેઓ સાથે કોઈ પુરુષ હોય તો તાત્કાલિક પોલીસને જાણ કરવી અને રૂમ આપવાનું ટાળવું.

રાજકોટના સ્થાનિક યુવક-યુવતીઓને એક કે બે કલાક માટે રૂમ આપવાનું ટાળવું. જો કોઈ સ્થાનિક વ્યક્તિ એકલો રૂમ માંગે તો પણ આપવો નહીં, જેથી આત્મહત્યા જેવા બનાવો અટકાવી શકાય. રૂમ મેળવનાર દરેક વ્યક્તિનું પથિક સોફ્ટવેરમાં ફરજિયાત રજીસ્ટ્રેશન કરવું અને હોટલના રજીસ્ટરમાં પણ તેની નોંધ કરવી. હોટલના સમગ્ર પરિસરમાં CCTV કેમેરા રાખવા અને તેનું રેકોર્ડિંગ જાળવી રાખવું.