Rajkot: કોઠારિયા અને ભક્તિનગરના 45 વિસ્તારોમાં અમલી અશાંતધારો વધુ 5 વર્ષ લંબાવાયો

હવે આ 45 અશાંત ધારા વિસ્તારમાં 28 જૂન 2026થી 27 જૂન 2031 સુધી કલેક્ટરની મંજૂરી વિના સંપત્તિનું ખરીદ-વેચાણ નહીં થઈ શકે.

By: Sanket ParekhEdited By:Sanket ParekhPublish Date: Fri, 26 Jun 2026 06:49 PM (IST)Updated: Fri, 26 Jun 2026 06:49 PM (IST)
rajkot-news-disturbed-area-ashant-dhara-extended-for-5-years-in-kothariya-bhaktinagar
HIGHLIGHTS
  • સિટી-1 પ્રાંતને ભક્તિનગર વિસ્તાર માટેની તમામ સત્તા સોંપવામાં આવી

Rajkot: રાજકોટ શહેરના કોઠારીયા અને ભક્તિનગર વિસ્તારમાં આવતીકાલે એટલે કે શનિવાર, 27 જૂનના રોજ અશાંતધારો પૂર્ણ થઈ રહ્યો છે. તે પહેલાં જ રાજ્ય સરકારના મહેસૂલ વિભાગ દ્વારા એક મહત્વપૂર્ણ વૈધાનિક જાહેરનામું બહાર પાડીને આ વિસ્તારોમાં અશાંતધારાની મુદતમાં વધુ 5 વર્ષનો વધારો કરી દીધો છે.નવી અમલવારી 28 જૂન 2026, રવિવારથી લાગુ થશે અને તે 27 જૂન 2031 ના રોજ પૂર્ણ થશે.

આ અંગે મહેસૂલ વિભાગ દ્વારા રાજકોટ જિલ્લા કલેક્ટર અને સંબંધિત પ્રાંત અધિકારીઓને સત્તાવાર જાણ પણ કરી દેવામાં આવી છે. સરકારના આ નિર્ણય મુજબ, હવે આ વિસ્તારોમાં કલેક્ટર અથવા નિયુક્ત સક્ષમ અધિકારીની પૂર્વ મંજૂરી વિના કોઈપણ સ્થાવર મિલકતની ખરીદ-વેચાણ થઈ શકશે નહીં. જો આવી કોઈ પણ ફેરબદલી નિયમોનું ઉલ્લંઘન કરીને કરવામાં આવશે, તો તેને કાયદાકીય રીતે રદબાતલ ગણવામાં આવશે.

તિરુપતી, રણુજાધામ, ગોકુલ પાર્ક સહિત 30 સોસાયટીઓમાં ધારો લાગુ

આ અંગે પ્રાપ્ત વિગતો અનુસાર, ભક્તિનગર પોલીસ સ્ટેશન વિસ્તારની અલગ-અલગ 30 જેટલી સોસાયટીઓ અને આજીડેમ પોલીસ સ્ટેશન હેઠળના કોઠારીયા વિસ્તારના 15 જેટલા વિસ્તારો મળીને કુલ 45 વિસ્તારોમાં આ કાયદો લાગુ રહેશે.


આજીડેમ પોલીસ સ્ટેશન હેઠળ આવતા વોર્ડ નં. 18 (કોઠારીયા) ના ટી.પી. સ્કીમ અને રેવન્યુ સર્વે નંબર ધરાવતા જે મુખ્ય 15 વિસ્તારોને અશાંત વિસ્તાર જાહેર કરાયા છે, જેમાં તિરુપતિ સોસાયટી (ટીપી-12 ડ્રાફ્ટ, એફપી-4/1 થી 4/4) સરકારી ખરાબો અને રણુજાધામ સોસાયટી ગોકુલ પાર્ક અને કૈલાશ ઇન્ડસ્ટ્રિયલ એરિયા જૂનું ગણેશનગર અને સનાતન પાર્ક સોસાયટી શિવધારા પાર્ક અને રામનગર સોસાયટી ગણેશનગર, રામરણુજા સોસાયટી અને માધવ રેસિડેન્સી આ ઉપરાંત, આ મુખ્ય વિસ્તારોની આસપાસના 500 મીટર સુધીના પરિસરમાં પણ આ જ નિયમો લાગુ પડશે.