Rajkot: લોધિકામાં રમતા-રમતા પાણીની ડોલમાં પડી જતાં 1 વર્ષના માસૂમનું મોત, શ્રમિક પરિવારમાં કલ્પાંત

By: Sanket ParekhEdited By:Sanket ParekhPublish Date: Wed, 04 Sep 2024 04:45 PM (IST)Updated: Wed, 04 Sep 2024 04:45 PM (IST)
rajkot-news-child-drown-in-bucket-at-lodhika

Rajkot: રાજકોટની ભાગોળે આવેલા લોધિકા તાલુકાના વડવાજડી ગામે રહેતા પરિવારનો એક વર્ષનો માસૂમ બાળક રમતા રમતા પાણી ભરેલી ડોલમાં પટકાયો હતો. જેમાં બાળકનું ડૂબી જવાથી મોત નીપજતા પરિવારમાં અરેરાટી સાથે ગમગીની છવાઈ જવા પામી છે.

આ બનાવ અંગે પોલીસમાંથી જાણવા મળતી વિગત મુજબ, લોધિકા તાલુકાના વડ વાજડી ગામે રહેતા પરિવારનો દિવ્યેશ સંજયભાઈ બંસલ નામનો એક વર્ષનો માસૂમ બાળક સાંજના સમયે પોતાના ઘરે રમતો હતો. આ સમયે રમતા રમતા પાણી ભરેલી ડોલમાં પડી ગયો હતો.

માસૂમ બાળકને બેભાન હાલતમાં તાત્કાલિક સારવાર માટે મેટોડા આરોગ્ય કેન્દ્ર ખાતે ખસેડવામાં આવ્યો હતો. જ્યાં તેની સારવાર કારગત નિવડે તે પૂર્વે જ મોત નિપજતા પરિવારમાં અરેરાટી સાથે ગમગીની છવાઈ જવા પામી હતી.

આ ઘટના અંગે જાણ થતા મેટોડા પોલીસ મથકનો સ્ટાફ તાત્કાલિક ઘટના સ્થળે દોડી ગયો હતો. પોલીસે જરૂરી કાર્યવાહી કરી બાળકના મૃતદેહને પોસ્ટ મોર્ટમ માટે રાજકોટ સિવિલ હોસ્પિટલ ખાતે ખસેડ્યો હતો. આ અંગે મેટોડા પોલીસે નોંધ કરી વધુ તપાસ હાથ ધરી છે.