Rajkot: સોની બજારમાં બાળકોની માથાકૂટમાં દુકાનમાં ઘૂસી દંપતી પર હુમલો, પાડોશી પરિવાર સામે ગુનો નોંધાયો

આયાન ટૂલ્સ નામની દુકાનમાં ઘૂસી 'તમારા છોકરાનો વાંક છે..' કહી ફટકારવા લાગ્યા. દુકાનમાં રહેલ લેપટોપ અને મોબાઈલ તોડી નાંખ્યા

By: Sanket ParekhEdited By:Sanket ParekhPublish Date: Tue, 25 Nov 2025 05:03 PM (IST)Updated: Tue, 25 Nov 2025 05:03 PM (IST)
rajkot-news-attack-on-couple-in-soni-bazar-shop-fir-against-family
HIGHLIGHTS
  • કોઈ વસ્તુ ફેંકતા અસ્માબેનની આંખના ભાગે વાગી, ઈજાગ્રસ્ત દંપતીને સિવિલ ખસેડાયા

Rajkot: રાજકોટ સોની બજારમાં નાના બાળકો વચ્ચે નજીવી બાબતે થયેલી માથાકૂટમાં તેમના વાલીઓ વચ્ચે ઘર્ષણ થયું હોવાનો બનાવ સામે આવ્યો છે. જેમાં દુકાનમાં ઘુસીને દંપતી પર જીવલેણ હુમલો કરવામાં આવ્યો છે. આ મામલે પાડોશી પરિવાર વિરુદ્ધ ગુનો દાખલ કરવામાં આવ્યો છે.

રાજકોટ શહેરનાં સોની બજારમાં રહેતા અસ્માબેન આસીફભાઇ શેખ (ઉ. વ. 28 ) એ તેમનાં પાડોશી અસ્લમ પરમાર તેમનો સગીર વયનો દીકરો અને તેમનાં પત્ની વિરુદ્ધ ફરિયાદ નોંધાવતા જણાવ્યુ કે, આરોપીઓએ બાળકો બાબતે માથાકૂટ કરી અને દંપતીને માર માર્યો હતો અને ફરીયાદી અસ્માબેનની દુકાનમા પણ તોડફોડ કરી નુકસાન કર્યુ હતુ.

અસ્માબેને ફરિયાદમાં જણાવ્યુ હતુ કે, ઘર નજીક તેમનો પુત્ર અને આરોપી અસ્લમભાઇનો દીકરો રમતા હતા . આ સમયે ફરિયાદીનાં પુત્રને આરોપીનાં પુત્રએ માર મારતા અસ્માબેન અને તેમનાં પતિ બંને આરોપીનાં દીકરાને સમજાવવા ગયા હતા . જેને પગલે આરોપીઓને સારુ નહી લાગતા આરોપી અસ્લમભાઇ તેમનાં પત્ની અને સગીર વયનો દીકરો ત્રણેય માથાકૂટ કરીને અસ્માબેનની અયાન ટુલ્સ નામની દુકાનમાં ઘુસી તમારા છોકરાનો વાક છે.

તમારો દીકરો મારા પુત્રને ગાળો આપતો હતો તેમ કહી આરોપીઓ આસીફભાઇને મારવા લાગ્યા હતા અને વચ્ચે પડેલા અસ્માબેનને પણ આરોપીઓએ માર માર્યો હતો . તેમજ દુકાનમાં રહેલા લેપટોપ અને મોબાઇલમાં તોડફોડ કરી હતી તેમજ આરોપીનાં દીકરાએ કોઇ વસ્તુ દુકાનમા ફેકતા તે વસ્તુ અસ્માબેનને આંખનાં ભાગે વાગી ગઇ હતી અને તેમને ઇજા પહોંચી હતી તેથી તેમને સારવાર માટે સિવિલ હોસ્પીટલે ખસેડવામા આવ્યા હતા. આ અંગે એ ડીવીઝન પોલીસ મથકમા દંપતી અને તેમનાં પુત્ર વિરુધ્ધ ગુનો નોંધવામા આવતા ત્રણેયને સકંજામા લેવા તજવીજ શરુ કરી છે.