Rajkot: શહેરના મવડી ચોકડી વિસ્તારમાં માનવતાને શર્મસાર કરતી એક ઘટના સામે આવી છે. જેમાં એક 80 વર્ષના વૃદ્ધ દ્વારા માસૂમ કિશોરી સાથે શારીરિક અડપલાં કરતો વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થતા ખળભળાટ મચી ગયો હતો. આખારે માલવિયાનગર પોલીસે આ મામલે ત્વરિત કાર્યવાહી કરી આરોપી વૃદ્ધની ધરપકડ કરી લીધી છે.
આ અંગે પ્રાપ્ત વિગત મુજબ, મવડી ચોકડી પાસે રહેતા વિરમ બરાડીયા (ઉ.વ. 80) નામના વૃદ્ધે એક કિશોરીને પોતાની હવસનો શિકાર બનાવવાના ઈરાદે શારીરિક અડપલાં કર્યા હતા. આ સમગ્ર ઘટના કોઈ જાગૃત નાગરિકે કેમેરામાં કેદ કરી લીધી હતી. જેનો વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થતા જ લોકોમાં ભારે રોષ જોવા મળ્યો હતો અને પોલીસ હરકતમાં આવી હતી.
આરોપીની હિસ્ટ્રી: અગાઉ પણ કરી હતી છેડતી
આખરે હરકતમાં આવેલી માલવિયાનગર પોલીસે આરોપી વિરમ બરાડીયાની ધરપકડ કરી કડક પૂછપરછ હાથ ધરી છે. પોલીસની તપાસમાં સામે આવ્યું કે, આ નરાધમ વૃદ્ધ અગાઉ પણ આ જ બાળકી સાથે શારીરિક અડપલાં કરી ચૂક્યો છે. 80 વર્ષની ઉંમરે પણ આવી વિકૃત માનસિકતા ધરાવતા શખ્સ સામે ફિટકારની વર્ષા થઈ રહી છે.
