Rajkot News:રાત્રે બે કલાકમાં છરી સાથે 33 અને 37 પીધેલી હાલતમાં પકડાયા, 202 વાહનોને ડીટેઈન કરવામાં આવ્યા

Rajkot News:રાજકોટ શહેરમાં અસામાજિક તત્વો અને ટ્રાફિકના નિયમભંગ કરનારા વાહનચાલકો પર લગામ કસવાના ભાગરૂૂપે મોડી રાત્રે ડીસીપી જગદીશ બાંગરવાની અધ્યક્ષતામાં શહેભરની પોલીસ દ્વારા ‘મેગા કોમ્બિંગ ઓપરેશન’ હાથ ધરવામાં આવ્યું હતું.

By: Nilesh ZinzuwadiaEdited By:Nilesh ZinzuwadiaPublish Date: Mon, 10 Aug 2026 06:31 PM (IST)Updated: Mon, 10 Aug 2026 06:31 PM (IST)
rajkot-news-33-arrested-with-knives-and-37-arrested-in-drunken-state-in-two-hours-at-night-202-vehicles-detained

Rajkot News:રાજકોટ શહેરમાં અસામાજિક તત્વો અને ટ્રાફિકના નિયમભંગ કરનારા વાહનચાલકો પર લગામ કસવાના ભાગરૂૂપે મોડી રાત્રે ડીસીપી જગદીશ બાંગરવાની અધ્યક્ષતામાં શહેભરની પોલીસ દ્વારા ‘મેગા કોમ્બિંગ ઓપરેશન’ હાથ ધરવામાં આવ્યું હતું. રાત્રિના 12 વાગ્યાથી શરૂૂ કરીને વહેલી સવારના 2 વાગ્યા સુધી ચાલેલા આ બે કલાકના સઘન ચેકિંગ દરમિયાન શહેરભરમાંથી પિસ્તોલ-છરી જેવા ઘાતક હથિયારો, દારૂ પીને વાહન ચલાવનારાઓ તેમજ ટ્રાફિકના નિયમોનો ભંગ કરતા અનેક વાહનચાલકો સામે કડક કાનૂની કાર્યવાહી કરવામાં આવી હતી.

ચેઈંગ દરમિયાન છરી જેવા હથિયારો સાથે 33 શખ્સો અને દારૂૂ પીને વાહન ચલાવતા 37 વાહનચાલકો ઝડપાયા હતા તેમજ 202 વાહન ડીટેઈન કરવામાં આવ્યા હતા. બ્લેક ફિલ્મ લગાડેલ 76 નંબર પ્લેટ વિનાના 89 વાહન ચાલકો ઝપટે ચડ્યા હતા.
ડીસીપી જગદીશ બાંગરવાએ તમામ પોલીસ સ્ટાફને પોલીસ કમિશ્નર કચેરી ખાતે બોલાવી કડક ચેકિંગ અને કોમ્બિંગ માટે સુચના આપી હતી. બે કલાકના આ મેગા કોમ્બિંગ ઓપરેશન’માં શહેરભરના તમામ પોલીસ મથકનો સ્ટાફ તેમજ ક્રાઈમ બ્રાંચ,એસઓજી, પેરોલ ફર્લો સ્કોડ, પીસીબી, એન્ટી હ્યુમન ટ્રાફિકિંગ યુનિટ સહીતની અલગ અલગ ટીમો સામેલ થઇ હતી.

આ સમગ્ર ઓપરેશન દરમિયાન છરી જેવા હથિયારો સાથે 33 શખ્સો અને દારૂૂ પીને વાહન ચલાવતા 37 વાહનચાલકો પોલીસની ગિરફ્તમાં આવ્યા હતા. પોલીસે કુલ 202 વાહનો ડિટેઇન કર્યા હતા. શહેરમાં સુરક્ષા વ્યવસ્થાની સમીક્ષા અને ગુનેગારોમાં ધાક બેસાડવાના હેતુથી યોજાયેલા આ કોમ્બિંગમાં તમામ ડીસીપી જગદીશ બાંગરવા સાથે શહેરના તમામ પોલીસ મથકોના ઇન્ચાર્જ પીઆઈ પીએસઆઈ તેમજ વિશાળ પોલીસ સ્ટાફ પ્રત્યક્ષ રીતે જોડાઈ ગયો હતો.

શહેરના તમામ મુખ્ય માર્ગો, સંવેદનશીલ વિસ્તારો મહત્વના ચેકિંગ પોઈન્ટ અને ચોક તેમજ એન્ટ્રી-એક્ઝિટ પોઈન્ટ્સ પર નાકાબંધી કરીને વાહનોનું સઘન ચેકિંગ હાથ ધરાયું હતું.પોલીસના સત્તાવાર આંકડાઓ મુજબ રાજકોટ તાલુકા પોલીસ મથકના વિસ્તારની હદમાંથી છરી જેવા તીક્ષ્ણ હથિયાર સાથે સૌથી વધુ 6 શખ્સો પકડાયા હતા. આ ઉપરાંત દારૂૂ પીધેલી હાલતમાં 44 શખ્સો ઝડપાયા હતા.


ગાંધીગ્રામ પોલીસ મથક વિસ્તારમાં દારૂૂ ઢીંચીને વાહન ચલાવતા સૌથી વધુ 10 શખ્સો ગાંધીગ્રામ પોલીસ સ્ટેશનની હદમાંથી પકડાયા હતા. તેમજ 1 શખ્સ હથિયાર સાથે ઝડપાયો હતો. ક્રાઇમ બ્રાંચની ટીમે 1 શખ્સને હથિયાર સાથે ઝડપી લીધો હતો. શહેરમાં ચર્ચાનો વિષય બનેલી બાબત એ હતી કે દેશી દારૂના અડ્ડાઓ માટે જાણીતા થોરાળા પોલીસ સ્ટેશન વિસ્તારમાં પોલીસે ખૂણેખૂણો ખૂંદી વળ્યા છતાં એક પણ વ્યક્તિ દારૂૂ પીધેલી હાલતમાં પકડાઈ ન હતી, જયારે ટ્રાફિક નિયમભંગ બદલ રૂ. 3.31 લાખનો દંડ વસૂલાયો હતો.

કોમ્બિંગ ઓપરેશન દરમિયાન વાહન ચેકિંગ પર વિશેષ ભાર મુકવામાં આવ્યો હતો જેમાં એમવી એક્ટ 207 હેઠળ કાર્યવાહી કરી પોલીસે કુલ 202 વાહનો ડિટેઇન કર્યા હતા. ટ્રાફિક નિયમોનો ભંગ કરનારા 585 વાહનચાલકો પાસેથી રૂૂ. 3.31 લાખનો સ્થળ પર જ દંડ વસૂલ કરવામાં આવ્યો હતો.