રાજકોટમાં આપઘાતના પ્રયાસના 3 બનાવઃ પરિણીત પ્રેમિકાએ 7 લાખની માંગણી કરી સગપણ તોડાવી નાખતા પ્રેમીએ વખ ઘોળ્યું

યુવકના લગ્ન નક્કી થયા બાદ 3 સંતાનોની માતા એવી પ્રેમિકાએ ખેલ પાડ્યો. મંગેતરના ઘરે જઈને પ્રેમ સબંધનો ભાંડો ફોડતા સસરાએ સગપણ તોડ્યું.

By: Sanket ParekhEdited By:Sanket ParekhPublish Date: Sat, 09 May 2026 06:15 PM (IST)Updated: Sat, 09 May 2026 06:15 PM (IST)
rajkot-news-3-attampt-suicide-in-last-24-hours-across-the-city
HIGHLIGHTS
  • વ્યાજે લીધેલા રૂપિયાની ચિંતામાં નેપાળી યુવકે પોતાની જાતે જ પેટમાં છરી ભોંકી દીધી

Rajkot: શહેરમાં ચુનારાવાડ વિસ્તારમાં પરિણીતાના પ્રેમમાં પડેલા યુવકનું સગપણ થતાં પરિણીત પ્રેમિકાએ સાત લાખની માંગણી કરી સગપણ તોડાવી નાખ્યું હોવાના આક્ષેપ સાથે પ્રેમી યુવાને ઝેરી દવા પી લીધી હતી. આપઘાતનો પ્રયાસ કરનાર યુવકને સારવાર માટે ખસેડવામાં આવ્યો હતો.

આ બનાવ અંગે પોલીસમાંથી જાણવા મળતી વિગત મુજબ, શહેરમાં ચુનારાવાડ વિસ્તારમાં રાજમોતી મીલ સામે નદીકાંઠે રહેતો દીપક રામજીભાઈ બારા નામનો 30 વર્ષનો યુવાન રાત્રીના એકાદ વાગ્યાના અરસામાં રામજી મંદિર પાસે હતો, ત્યારે ઝેરી દવા પી લીધી હતી.

યુવકને ઝેરી અસર થતાં તાત્કાલીક સારવાર માટે સિવિલ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યો હતો. આ અંગે થોરાળા પોલીસને જાણ થતાં થોરાળા પોલીસ મથકનો સ્ટાફ સિવિલ હોસ્પિટલ ખાતે દોડી ગયો હતો.

પ્રાથમિક પુછપરછમાં દિપક બારા બે ભાઈ ચાર બહેનમાં વચેટ છે. દિપક બારાના ત્રણ સંતાનની માતા શીતલ સાથે પ્રેમ સંબંધ હતો. દિપક બારાની આઠ દિવસ પૂર્વે જ તાલાળાના કુસીયા ગામે સગાઈ થઈ હતી અને આગામી તા.14નાં રોજ લગ્ન હતાં.

દિપક બારાની સગાઈ થઈ હોવાની શીતલને જાણ થતાં તેણે રૂ.સાત લાખની માંગણી કરી હતી અને કુસીયા ગામે જઈ દિપકના સાસરીયામાં પ્રેમ સંબંધની જાણ કરી હતી. જે પ્રેમ સંબંધની જાણ થતાં દિપકના સસરાએ સગપણ તોડી નાખ્યું હતું. જે અંગે દિપક બારાને લાગી આવતાં ઝેરી દવા પી આપઘાતનો પ્રયાસ કર્યો હોવાનો આક્ષેપ કરવામાં આવ્યો હતો. આ અંગે થોરાળા પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.

વ્યાજે લીધેલા રૂપિયાની ચિંતામાં નેપાળી યુવકે જાતે પેટમાં છરી ભોંકી

શહેરના લક્ષ્મીનગરમાં રહેતાં ગણેશ જોગીભાઈ ભુલ (34)નો નેપાળી યુવાન સાંજના પાંચેક વાગ્યના અરસામાં પોતાના ઘરે હતો, ત્યારે પોતાની જાતે પેટમાં છરી હુલાવી દીધી હતી. યુવકને ઈજા પહોંચતાં સારવાર માટે સિવિલ હોસ્પિટલમાં દાખલ કરાયો હતો.

પ્રાથમિક તપાસમાં ગણેશ ભુલે પોતાના જ ગામના એક શખ્સ પાસેથી રૂપિયા એક લાખ વ્યાજે લીધા હતાં. જે વ્યાજે લીધેલા રૂપિયાની ચિંતામાં પગલું ભર્યુ હોવાનું જાણવા મળ્યું છે.

બીજા બનાવમાં કોઠારીયા રોડ પર રાધેશ્યામ સોસાયટીમાં રહેતાં જયદીપ રમેશભાઈ પીત્રોડા (33)એ ગોંડલ ચોકડી પાસે મધરાત્રે ઝેરી દવા પી લીધી હતી. યુવકને ઝેરી અસર થતાં સારવાર માટે સિવિલ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યો હતો.

પ્રાથમિક પુછપરછમાં જયદીપ પિત્રોડાએ કાલાવડમાં તેના મામાના દિકરા સાથે ભાગીદારીમાં હોટલ ચાલુ કરી હતી. જે ભાગીદારીના રૂપિયા 1.8 લાખ મામાના દીકરાએ માંગતાં જયદીપ પિત્રોડાએ ઝેરી પી લીધું હોવાનો આક્ષેપ કરવામાં આવ્યો છે.