Rajkot: નેપાળમાં હિંસા વચ્ચે રાજકોટના 14 પ્રવાસીઓ સુરક્ષિત, કલેક્ટર કચેરી અને ડિઝાસ્ટર કંટ્રોલ રૂમ તમામના સંપર્કમાં

હાલ નેપાળમાં હાઇવે ઉપર વાહન વ્યવહાર ઉપરાંત અરેપોર્ટ બંધ કરી દેવાયા હોવાથી અમદાવાદના 100 સહિતના યાત્રિકો બહાર નીકળી શકે તેવી સ્થિતિમાં નથી.

By: Sanket ParekhEdited By:Sanket ParekhPublish Date: Wed, 10 Sep 2025 08:12 PM (IST)Updated: Wed, 10 Sep 2025 08:12 PM (IST)
rajkot-news-14-tourist-stuck-amead-nepal-protest-at-kathmandu-airport
HIGHLIGHTS
  • નેપાળમાં અરાજક્તા વચ્ચે ગુજરાતના 400 યાત્રિકો ફસાયા
  • કેન્દ્ર સરકાર દ્વારા નેપાળમાં ફસાયેલા યાત્રિકો માટે હેલ્પલાઈન નંબર જારી

Rajkot: ભારતના પાડોશી રાષ્ટ્ર નેપાળમાં સર્જાયેલ અરાજકતાના પગલે ગુજરાતના 400 જેટલા યાત્રિકો કાઠમંડુ તેમજ અન્ય સ્થળો પર ફસાઇ જતા તેમના પરિવારજનોમાં ચિંતાની લાગણી ફેલાઈ છે. કેન્દ્ર સરકાર તાકીદે ગુજરાતી પ્રવાસીઓને નેપાળની બહાર કાઢે તેવી માંગણી કરી છે.

અમદાવાદના જ 100 જેટલા યાત્રિક, ભાવનગરના 43 તેમજ રાજકોટ-જૂનાગઢના 6 યાત્રિકો નેપાળમાં ફસાયા છે. હાલ નેપાળમાં હાઇવે ઉપર વાહન વ્યવહાર ઉપરાંત અરેપોર્ટ બંધ કરી દેવાયા હોવાથી આ યાત્રિકો બહાર નીકળી શકે તેવી કોઇ સ્થિતિ નથી. કેટલાક યાત્રિકો તો એરપોર્ટમાં જ ફસાયા છે. અચાનક ભારતે નેપાળની ફલાઇટો બંધ કરી દેતા આ મુસાફરો એરપોર્ટમાં જ અટવાઇ ગયા છે. રાજકોટના 14 જેટલા પ્રવાસીઓ પણ નેપાળમાં ફસાયા છે.

આ અંગે રાજકોટ કલેક્ટર કચેરી અને ડિઝાસ્ટર કંટ્રોલ રૂમ દ્વારા સતત તેમના સંપર્કમાં રહેવામાં આવી રહ્યું છે. વહીવટી તંત્ર દ્વારા તેમને જરૂરી મદદ અને માર્ગદર્શન પૂરું પાડવામાં આવી રહ્યું છે.

નેપાળમાં ફસાયેલા રાજકોટના પ્રવાસીઓના નામ: આનંદભાઈ મહેતા, કિશનભાઈ સોઢા, પિનાકિનભાઈ ભારડીયા, ચેતાબેન મહેતા, માધુરિકાબેન દવે, યોગેશભાઈ દવે, ધીરુભાઈ ચિકાણી, શાંતાબેન ચિકાણી, મગનલાલ ધડુક, હંસાબેન ધડુક, વિઠલભાઇ ભાલીયા, કાંતાબેન ભાલીયા, રમણીકલાલ સાવલીયા, ઉર્મિલાબેન સાવલીયા આ તમામ પ્રવાસીઓ સુરક્ષિત છે અને તેમને શક્ય તેટલી વહેલી તકે પરત લાવવા માટેના પ્રયાસો હાથ ધરાયા છે. આ સંકટની ઘડીમાં સરકાર દ્વારા જાહેર કરાયેલા હેલ્પલાઇન નંબરો પર સંપર્ક કરીને વધુ માહિતી મેળવી શકાશે.