Rajkot Mayor: નેહલ શુક્લા બન્યા રાજકોટના નવા મેયર, દક્ષા વાસાણીની ડેપ્યુટી મેયર તરીકે નિમણૂંક

રાજકોટ મહાનગરપાલિકામાં છેલ્લા 76 દિવસથી ચાલતા વહીવટી શૂન્યાવકાશનો આખરે અંત આવ્યો છે. લાંબા સમયના સસ્પેન્સ અને ભારે રાજકીય ખેંચતાણ બાદ આજે રાજકોટને નવા પદાધિકારીઓ મળ્યા છે.

By: Rakesh ShuklaEdited By:Rakesh ShuklaPublish Date: Thu, 28 May 2026 11:37 AM (IST)Updated: Thu, 28 May 2026 11:37 AM (IST)
rajkot-municipal-corporation-nehal-shukla-new-mayor-daksha-vasani-deputy-mayor

Nehal Shukla Rajkot Mayor: આજે રાજકોટ શહેરને નવા મેયર મળ્યા છે. રાજકોટ મહાનગર પાલિકામાં નેહલ શુક્લની મેયર પદે વરણી થઈ છે. જ્યારે ડેપ્યુટી મેયરનું પદ મહિનાના ફાળે ગયું છે. ડેપ્યુટી મેયર તરીકે દક્ષાબેન વાસાણીની નિમણૂંક થઈ છે. સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન તરીખે પરેશ પીપળીયાની નિમણૂક કરાઈ છે.

રાજકોટ મહાનગરપાલિકામાં છેલ્લા 76 દિવસથી ચાલતા વહીવટી શૂન્યાવકાશનો આખરે અંત આવ્યો છે. લાંબા સમયના સસ્પેન્સ અને ભારે રાજકીય ખેંચતાણ બાદ આજે રાજકોટને નવા પદાધિકારીઓ મળ્યા છે. રાજકોટ મનપાના ઇતિહાસમાં આ પ્રથમ એવી ઘટના છે કે જ્યાં પદાધિકારીઓની નિમણૂક માટે આટલો લાંબો સમય લાગ્યો હોય.

રાજકોટ મહાનગરપાલિકાની ચૂંટણીના પરિણામ બાદ આજે એક મહિના પછી રાજકોટ શહેરને નવા મેયર મળ્યા છે. રાજકોટના 23માં મેયર તરીકે નેહલ શુકલા (પૂર્વ સાંસદ સ્વ. ચીમનભાઈ શુકલાના પુત્ર) ની પસંદગી કરવામાં આવી છે. તેમની આ નિમણૂક અત્યંત નાટ્યાત્મક રહી હતી. છેલ્લા કેટલાક દિવસોથી મેયર પદ માટે અનેક નામો ચર્ચાઈ રહ્યા હતા અને ચૂંટાયેલા સભ્યો દ્વારા જોરદાર લોબિંગ કરવામાં આવ્યું હતું.

છેલ્લી ઘડીએ શૈલેષ જાનીની ટિકિટ કપાઈ અને નેહલ શુકલાએ મેન્ડેટ મેળવી બાજી મારી લીધી હતી. મેયર પદની રેસમાં પાટીદાર અને ક્ષત્રિય સમાજના લોબિંગને પણ આ આંતરિક રાજકારણમાં માત મળી હોવાનું જોવા મળ્યું છે. રાજકોટના મેયર નેહલ શુક્લ, ડેપ્યુટી મેયર દક્ષા વસાણી, સ્ટેન્ડિંગ કમિટી ચેરમેન પરેશ પીપળીયા, શાસક પક્ષના નેતા હિરેન ખીમાણીયા અને દંડક સંજયસિંહ રાણાની નિમણુંક કરવામાં આવી છે.

28 એપ્રિલનના રોજ રાજકોટ મહાનગરપાલિકાની ચૂંટણીનું પરિણામ આવ્યું હતું. જેમાં કુલ 18 વોર્ડમાં 72 બેઠકો હતી. તેમા ભાજપે 65 બેઠકો પર કબનો કર્યો હતો જ્યારે કોંગ્રેસના ફાળે 7 બેઠકો ગઈ હતી. ઉલ્લેખનીય છેકે સામાન્ય રીતે ચૂંટણી બાદ તુરંત જ પદાધિકારીઓની નિમણૂક કરવામાં આવતી હોય છે, પરંતુ આ વખતે 76 દિવસ સુધી અધિકારીઓનું શાસન ચાલ્યું હતું. પક્ષમાં ચાલી રહેલા આંતરિક લોબિંગ અને વિવિધ જૂથો વચ્ચેના સંઘર્ષને કારણે આટલો વિલંબ થયો હોવાનું મનાઈ રહ્યું છે. છેક છેલ્લી ઘડી સુધી નેતાઓ વચ્ચે ચાલેલા 'એડી ચોટીના જોર' બાદ આખરે નવા પદાધિકારીઓનો તાજ નક્કી થયો છે.