રાજકોટ માર્કેટયાર્ડમાં જણસીઓની મબલખ આવક: 800થી વધુ વાહનોની કતારો લાગી, સોયાબીનની સૌથી વધુ 38,000 મણની આવક નોંધાઈ

આજના દિવસની કુલ આવકમાં સોયાબીને મેદાન માર્યું હતું અને સૌથી વધુ 38,000 મણની આવક સાથે પ્રથમ ક્રમે રહ્યું હતું, જ્યારે કપાસની 14,000 મણ અને ચણાની 9,000 મણની આવક નોંધાઈ હતી.

By: Mukesh JoshiEdited By:Mukesh JoshiPublish Date: Mon, 16 Nov 2026 01:50 PM (IST)Updated: Mon, 16 Nov 2026 01:50 PM (IST)
rajkot-marketyard-800-vehicles-arrival-soybean-38000-maunds-cotton-14000-maunds-november
રાજકોટ માર્કેટ યાર્ડના ભાવ

Rajkot APMC: સૌરાષ્ટ્રના અગ્રણી એવા રાજકોટ માર્કેટયાર્ડ (APMC) માં સોમવાર, તા. 16 નવેમ્બર, 2026ના રોજ વિવિધ ખેત જણસીઓની ભારે આવક થતાં સમગ્ર યાર્ડ પરિસર ખેડૂતો અને વાહનોથી ધમધમતું જોવા મળ્યું હતું. આજના દિવસે યાર્ડમાં અંદાજે 800થી વધુ વાહનો માલ ભરીને આવતા બજારમાં ભારે રોનક જોવા મળી હતી. આજના દિવસની કુલ આવકમાં સોયાબીને મેદાન માર્યું હતું અને સૌથી વધુ 38,000 મણની આવક સાથે પ્રથમ ક્રમે રહ્યું હતું, જ્યારે કપાસની 14,000 મણ અને ચણાની 9,000 મણની આવક નોંધાઈ હતી.

વિવિધ જણસીઓની આવકથી યાર્ડ છલકાયું

રાજકોટ માર્કેટયાર્ડમાં આજે ઘઉં, ચણા, એરંડા, કપાસ, કલોંજી, તુવેર, વટાણા, મેથી, જીરું, ધાણા, લસણ, સફેદ તલ અને કાળા તલ સહિતની અનેક જણસીઓની નોંધપાત્ર આવક થઈ હતી. જો કે, આજના દિવસે મગફળી અને સિંગફાડા/દાણાની આવક 'નીલ' (શૂન્ય) રહી હતી. આજની મુખ્ય જણસીઓની આવકના આંકડા નીચે મુજબ છે:

જણસીનું નામ આજની આવક (મણમાં)
સોયાબીન 38,000 મણ
કપાસ 14,000 મણ
ચણા 9,000 મણ
જીરું 7,600 મણ
ઘઉં 5,500 મણ
સફેદ તલ 3,500 મણ
અડદ 3,400 મણ
લસણ 2,800 મણ
કાળા તલ 2,000 મણ
મગફળી નીલ
સિંગફાડા/દાણા નીલ

ખેડૂતો અને વેપારીઓ માટે સુચારુ વ્યવસ્થા

એકસાથે 800થી વધુ વાહનોની આવક થવા છતાં માર્કેટયાર્ડના વહીવટી તંત્ર દ્વારા ટ્રાફિક કે ઉતરાઈમાં કોઈ અવ્યવસ્થા ન સર્જાય તેની ખાસ તકેદારી રાખવામાં આવી હતી. જણસીઓ ભરીને આવેલા તમામ વાહનોને નિયમ મુજબ ક્રમવાર પ્રવેશ આપવામાં આવ્યો હતો અને પ્લેટફોર્મ પર વ્યવસ્થિત રીતે માલની ઉતરાઈ કરાવવામાં આવી હતી.

દૂર-દૂરથી પોતાનો માલ વેચવા આવેલા ખેડૂતો તેમજ ખરીદી માટે આવેલા વેપારીઓને કોઈપણ પ્રકારની હાલાકી ન ભોગવવી પડે તે માટે યાર્ડ દ્વારા તમામ જરૂરી પ્રાથમિક સુવિધાઓ અને વ્યવસ્થાઓ ગોઠવવામાં આવી હતી. આ સમગ્ર કામગીરી અને વ્યવસ્થાનું સફળ સંચાલન રાજકોટ માર્કેટયાર્ડના ચેરમેન જયેશભાઈ બોઘરા, વાઇસ ચેરમેન, બોર્ડ ઓફ ડિરેક્ટર્સ તથા માર્કેટયાર્ડના કર્મચારીઓ અને સ્ટાફ દ્વારા કરવામાં આવ્યું હતું.