Rajkot Lok Mela: રાજકોટના લોકમેળામાં દેશભક્તિ અને લોકકળાનો મહાસંગમ થશે, નેવી બેન્ડ અને નામાંકિત કલાકારો સુર-સંગીતની હેલી વરસાવશે

રાજકોટ લોકમેળા દરમિયાન નેવી બેન્ડની સુરાવલી અને સ્થાનિક કલાકારોનો સુમધુર સંગમ રાજકોટવાસીઓ માટે યાદગાર બની રહેશે.

By: Sanket ParekhEdited By:Sanket ParekhPublish Date: Sat, 22 Aug 2026 07:49 PM (IST)Updated: Sat, 22 Aug 2026 07:49 PM (IST)
rajkot-lok-mela-navy-band-folk-art-and-patriotism-fusion

Rajkot Lok Mela: સૌરાષ્ટ્રના સૌથી મોટા અને રાજકોટના સાતમ-આઠમના લોકપ્રિય લોકમેળામાં આ વર્ષે સાંસ્કૃતિક કાર્યક્રમોમાં લોકકલાની સાથે દેશભક્તિના રંગો પણ છવાશે. જિલ્લા વહીવટી તંત્ર, રાજકોટ અને યુવક સેવા તથા સાંસ્કૃતિક પ્રવૃત્તિઓ વિભાગ, ગાંધીનગરના સંયુક્ત ઉપક્રમે પાંચ દિવસીય ભવ્ય અને રંગારંગ સાંસ્કૃતિક કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું છે.

આ વર્ષે મેળામાં દેશભક્તિ અને કળાનો અનોખો સંગમ જોવા મળશે, જેમાં 2 અને 3 સપ્ટેમ્બરના રોજ દેશનું પ્રખ્યાત 'નેવી બેન્ડ' ખાસ પર્ફોર્મન્સ આપીને લોકોને મંત્રમુગ્ધ કરશે. આ ઉપરાંત દરરોજ સાંજે 4 થી રાત્રે 8 વાગ્યા દરમિયાન સ્થાનિક કલાકારો દ્વારા વિવિધ સાંસ્કૃતિક કૃતિઓ રજૂ કરવામાં આવશે.

આ પાંચ દિવસીય ઉત્સવમાં નામાંકિત કલાકારો રાજકોટની જનતાને મનોરંજન પૂરું પાડશે. મુખ્ય કલાકારોના કાર્યક્રમની વિગત જોઈએ તો

2 સપ્ટેમ્બરના રોજ પ્રખ્યાત કલાકર ગોપાલ ભરવાડનો કાર્યક્રમ
3 સપ્ટેમ્બરના રોજ લોકપ્રિય લોકસાહિત્યકાર રાજભા ગઢવીનો કાર્યક્રમ
4 સપ્ટેમ્બરના રોજ સાંત્વની ત્રિવેદીનો પ્રોગ્રામ
5 સપ્ટેમ્બરે ઉદય ધાંધલનો કાર્યક્રમ જ્યારે અંતિમ
6 સપ્ટેમ્બરે સાગર કાચા અને દિવ્યેશ જેઠવાની જોડી લોકોનું મનોરંજન કરશે.