Rajkot News: રાજકોટ શહેરનાં જેતપુરમાં ધોળા દિવસે એક યુવકની છરીના ઘા ઝીંકીને ઘાતકી હત્યા કરી દેવાઈ છે. મૃતક આરોપીની માતા સાથે મૈત્રી કરાર કરીને રહેતો હોય ત્યારે પુત્રે આવેશમાં આવીને યુવકને મોતને ઘાટ ઉતારી દીધો હતો. આ સમગ્ર ઘટના ત્યાં પાસે લાગેલા સીસીટીવીમાં કેદ થઈ ગઈ હતી. પોલીસે આ મામલે આરોપી યુવકને ઝડપી લીધો છે.
યુવક આરોપીની માતા સાથે મૈત્રી કરાર કરીને રહેતો
મળતી માહિતી મુજબ, જેતપુરના કણકિયા પ્લોટ પાસે કમલેશ વાઘેલા નામના યુવક પર જીવલેણ હુમલો કરવામાં આવ્યો હતો. પોલીસ તપાસ મુજબ, મૃતક યુવક કમલેશ વાઘેલા આરોપીની માતા સાથે મૈત્રી કરાર કરીને રહેતો હતો. આથી આરોપી જયન વાઘેલાને આ વાત પસંદ નહોતી. આથી મનમાં વેરભાવના રાખીને આરોપીએ યુવક કમલેશ વાઘેલા પર જીવલેણ હુમલો કરી દિધો હતો.
આરોપીએ યુવકની ઘાતકી હત્યા કરી
કણકિયા પ્લોટ પાસે ધોળા દિવસે જયન વાઘેલાએ મૃતક કમલેશ વાઘેલા પર છરીના પાંચથી છ ઘા ઝીંકી દીધા હતા. જ્યારે ઘટનાને પગલે જેતપુર પોલીસ અને રાજકોટ ગ્રામ્ય પોલીસનો સ્ટાફ ઘટના સ્થળે દોડી ગયો હતો. પોલીસે અલગ અલગ ટીમો બનાાવીને આરોપી જયન વાઘેલાને શોધવા કાર્યવાહી હાથ ધરી હતી. પોલીસે ગણતરીની કલાકોમાં આરોપી જયન પટેલની ધપકડ કરી લીધી હતી.
આરોપી યુવકની ધરપકડ કરવામાં આવી
યુવકની હત્યાની જાણ થતાં વાલ્મિકી સમાજના લોકો જેતપુર સરકારી હોસ્પિટલે દોડી આવ્યા હતા. યુવકની ઘાતકી હત્યાથી પરિસ્થિતિ તંગ બની જવા પામી હતી. જેતપુર પોલીસ ડીવાયએસપી રોહિતસિંહ ડોડીયા મુજબ, મૃતક કમલેશ વાઘેલાના ભાઈની ફરિયાદને આધારે આરોપી જયન વાઘેલાની ધરપકડ કરી લેવાઈ છે. હત્યા મામલે પોલીસે ઉંડી કાર્યવાહી હાથ ધરી છે. જો આ હત્યાકાંડમાં કોઈ સામેલ હશે તો તેની સામે કાર્યવાહી કરાશે.
