Rajkot: રાજકોટ જિલ્લામાં છેલ્લા એક અઠવાડિયાથી દીપડાનો આંતક જોવા મળી રહ્યો હતો, ત્યારે ફોરેસ્ટ વિભાગે દીપડાને પકડી પાડવા ગઢાળા ગામની સીમમાં પાંજરું મૂક્યું હતું.દીપડાએ ગઢાળા અને આસપાસના ગામમાં 10 જેટલા પશુઓનું મારન કર્યું હતું. 9 ઓકટોબરે પણ એક વાછરડીનું મારણ કર્યું હતું. ખેડૂતો અને પશુ પાલકોને રંજાડતા દીપડાને પાંજરે પુરવા લોકોની માગ ઉઠી હતી.
ઉપલેટા તાલુકાના ગઢાળાના પૂર્વ સરપંચે આજે વહેલી સવારે ઉપલેટાના ફોરેસ્ટ વિભાગ lના અધિકારીઓને દીપડાને પકડવા માટે રજૂઆત કરી હતી. પૂર્વ સરપંચની રજૂઆત બાદ ઉપલેટા ફોરેસ્ટ વિભાગ દ્વારા ગઢાળાની સીમમાં પાંજરું મૂકવામાં આવ્યું હતું. પાંજરામાં વાછરડી રાખી અને દીપડાને પકડવા ફોરેસ્ટ વિભાગે જહેમત ઉઠાવી હતી.
આખરે પશુપાલકોને અને ખેડૂતોને રંજાડતો દીપડો પાંજરે પુરાયો હતો. દીપડો પાંજરે પુરાતા ખેડૂતો ગ્રામજનો અને પશુપાલકોએ રાહતનો શ્વાસ લીધો હતો.
