Rajkot News: વિંછીયાના છાસિયામાંથી 705 કિલો લીલો ગાંજો ઝડપાયો, રૂ.3.52 કરોડનો મુદ્દામાલ જપ્ત

વિંછીયા તાલુકાના છાસિયા ગામની ઝરડા સીમમાં આવેલી વાડીમાં તપાસ હાથ ધરવામાં આવી હતી.તપાસ દરમિયાન વાડીના શેઢે સુકવવા માટે રાખવામાં આવેલા લીલા ગાંજાના છોડનો મોટો જથ્થો મળી આવ્યો હતો.

By: Rakesh ShuklaEdited By:Rakesh ShuklaPublish Date: Wed, 18 Nov 2026 11:25 AM (IST)Updated: Wed, 18 Nov 2026 11:25 AM (IST)
rajkot-drug-bust-sog-seizes-705-kg-green-ganja-worth-rs-352-crore-in-vinchhiya

Rajkot Drug Bust: રાજકોટ ગ્રામ્ય એસ.ઓ.જી. પોલીસને નશાના કાળા કારોબાર સામે મોટી સફળતા મળી છે. વિંછીયા તાલુકાના છાસિયા ગામની ઝરડા સીમમાં આવેલી એક વાડીમાંથી પોલીસે 705.490 કિલોગ્રામ લીલા ગાંજાના છોડનો જથ્થો ઝડપી પાડ્યો છે. વાડીના શેઢે સુકવવા માટે રાખવામાં આવેલા આ ગાંજાની અંદાજિત કિંમત રૂ.3 કરોડ 52 લાખ 74 હજાર 500 હોવાનું સામે આવ્યું છે.

705.490 કિલોગ્રામ ગાંજાનો જથ્થો કબજે કર્યો

પ્રાપ્ત વિગતો અનુસાર, રાજકોટ રેન્જ આઈજી અને જિલ્લા પોલીસ વડાના માર્ગદર્શન હેઠળ એસ.ઓ.જી. પોલીસ દ્વારા નશીલા પદાર્થોના ગેરકાયદેસર વેપાર સામે કાર્યવાહી કરવામાં આવી રહી હતી. દરમિયાન મળેલી બાતમીના આધારે વિંછીયા તાલુકાના છાસિયા ગામની ઝરડા સીમમાં આવેલી વાડીમાં તપાસ હાથ ધરવામાં આવી હતી.તપાસ દરમિયાન વાડીના શેઢે સુકવવા માટે રાખવામાં આવેલા લીલા ગાંજાના છોડનો મોટો જથ્થો મળી આવ્યો હતો. પોલીસે કુલ 705.490 કિલોગ્રામ ગાંજાનો જથ્થો કબજે કર્યો હતો. આ મામલે વાડીના માલિક અને આરોપી સવશીભાઈ બચુભાઈ મીઠાપરા (ઉંમર 55 વર્ષ)ની ધરપકડ કરવામાં આવી છે.

પોલીસે અંદાજે રૂ.3.52 કરોડથી વધુની કિંમતનો મુદ્દામાલ જપ્ત કરી આરોપી વિરુદ્ધ એન.ડી.પી.એસ. એક્ટ હેઠળ ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે. આટલી મોટી માત્રામાં ગાંજાનો જથ્થો ક્યાંથી લાવવામાં આવ્યો હતો, તેની પાછળ અન્ય કોઈ વ્યક્તિઓ સંડોવાયેલા છે કે કેમ અને નશાના આ કાળા કારોબારનું નેટવર્ક કેટલું વિસ્તરેલું છે તે સહિતના મુદ્દે પોલીસ તપાસ કરી રહી છે.