Rajkot: ખાડી યુદ્ધના કારણે વૈશ્વિક મંદીની મારામારીની અસર અને અધુરામાં પુરુ આ વખતે દુષ્કાળ જેવી હાલતની અસર રાજકોટ મહાનગરપાલિકાની તિજોરીને પણ થઇ છે. શહેરના વિકાસ કામ અટકી ન પડે એ માટે આગોતરી વ્યવસ્થાના ભાગરૂપે સરકાર પાસે સ્વર્ણિમ જયંતી મુખ્યમંત્રી વિકાસ યોજના હેઠળ રૂ.900 કરોડની ગ્રાન્ટ ફાળવવાની માગણી કરવામાં આવી છે.
આજે સ્ટેન્ડીંગ કમિટીની મિટિંગ બોલાવવામાં આવી હતી. એજન્ડામાં માત્ર બે જ દરખાસ્ત હતી. જે પૈકી સ્વર્ણિમ યોજના હેઠળ ગ્રાન્ટની આ રકમ માટે સરકારના મ્યુનિસિપલ ફાયનાન્સ બોર્ડ સમક્ષ દરખાસ્ત રજુ કરવા માટેની દરખાસ્ત સર્વાનુમતે મંજુર કરવામા આવી હતી.
આ પણ વાંચો
વિવિધ 6 વિભાગો હેઠળ કુલ 272 કામની યાદી બનાવવામા આવી છે. જેમાં રસ્તા, ભુર્ગભ ગટર, ટીપીના રોડ ડેવલપ કરવા, ફૂટપાથ, બ્રિજ અને લાયન સફારી જેવા ચાલુ મેગા પ્રોજેક્ટમાં ખુટતા પૈસા તેમજ મનપામાં ભળેલા નવા વિસ્તારમાં પ્રાથમિક સુવિધા સહિતના આ 272 કામની યાદી મ્યુનિસિપલ ફાયનાન્સ બોર્ડ સમક્ષ મોકલીને ગ્રાન્ટ ફાળવવા દરખાસ્ત કરવામા આવી છે
