Rajkot: ગોંડલમાં મામાના આડા સબંધમાં ભાણેજનો ભોગ લેવાયો, ભરૂડી ટોલનાકા પાસે થયેલા હત્યાની ઘટનામાં 6ની ધરપકડ

દારૂની મહેફિલમાં ‘તું કયા કર લેગા?’ કહેતા જ મહિલાના પતિ અને દીયર સહિતના શખ્સોએ ક્રૂરતાપૂર્વક રહેંસી નાંખ્યો

By: Sanket ParekhEdited By: Sanket Parekh Publish Date: Fri 19 Dec 2025 07:24 PM (IST)Updated: Fri 19 Dec 2025 07:24 PM (IST)
rajkot-crime-news-youth-killed-near-bharudi-toll-plaza-held-6-658388
HIGHLIGHTS
  • 17 ડિસેમ્બરના રોજ 26 વર્ષીય યુવકની હત્યા કરવામાં આવી હતી

Rajkot: લોધિકાના પારડી ગામની ફેક્ટરીમાં કામ કરતા મૂળ બિહારના બાકા જિલ્લાના કુનેની ગામનો વતની ચંદનકુમાર અમરજીત રાય (26)ની ભરૂડી ટોલનાકા પાસે LCB ઓફિસ પાછળ પેટમાં છરીના ઘા ઝીંકી આંતરડા બહાર કાઢી નાખીએ ક્રૂરતા પૂર્વક હત્યાના બનાવનો ભેદ પોલીસે ઉકેલી નાખ્યા બાદ આ હત્યામાં સંડોવાયેલા છ શખ્સોને ઝડપી લીધા છે.

પરપ્રાંતીય પરણિતા સાથે મૃતકના મામાને પ્રેમ સંબધની જાણ મહિલાના પતિ અને દિયરને થતા મૃતકના ભાઈ અને તેના મામા સહીતના ને દારૂની મહેફિલમાં બોલાવી ઝઘડો કર્યો હતો. જેમાં મૃતકનો ભાઈ અને મામા ભાગી ગયા બાદ મૃતક ચંદને ક્યા કર લેગા તુ ? એમ કહેતા મહિલાના પતિ અને દિયર સહિતના શખ્સોએ હત્યા કર્યાનું સામે આવ્યા બાદ તમામને પોલીસે ઝડપી લીધા હતા.

ગત 17 ડિસેમ્બરના રોજ રાત્રીના દસેક વાગ્યાની આસપાસ ભરૂડી ટોલનાકા પાસે આ બનાવ બન્યો હતો. મૃતક ચંદનકુમારની હત્યામાં સંડોવાયેલા બિહારના બાંકાના રાકેશ સુભાષ દરવે, છોટેલાલ સુભાષ દરવે, ભાગલપુરના નવિનકુમાર સરગુન મંડલ, છોટુકુમાર નરેશ મંડલ , ગણેશકુમાર ઉર્ફે ડમરુ શંભુ રાજપૂત અને નિરજકુમાર ઉર્ફે ભાલુ ભગત ઇન્દ્રદેવ રાવતની ધરપકડ કરી પુછપરછ કરી હતી.

જેમાં જાણવા મળ્યું કે, આરોપી રાકેશકુમારના સગા મામાને નવીનની પત્ની સાથે પ્રેમસબંધ હોય જેની જાણ આરોપી રાકેશકુમાર તથા તેના નાનાભાઇ છોટેલાલને થઇ જતા બન્નેએ ફરીયાદી લાલુને મારવા પૂર્વ આયોજીત કાવતરૂ ઘડી આ કામના આરોપી રાકેશકુમારે ફરીયાદી લાલુ તથા મરણજનાર ચંદનકુમાર તથા સાહેદ વિવેકકુમારને મહેફિલ કરવા બોલાવી આરોપી રાકેશકુમારએ પોતાના ભાઇ છોટાલાલ તથા મિત્રો સહ આરોપી ગણેશકુમાર ઉર્ફે ડમરુ તથા નીરજકુમાર ઉર્ફે ભાલુ ભગતને રાજકોટથી બોલાવી તથા નવીનકુમાર તથા છોટુકુમાર સાથે મળી ફરીયાદી લાલુ સાથે મારામારી કરતા હોય તે દરમ્યાન મરણ જનાર ચંદનકુમાર તથા વિવેકકુમાર વચ્ચે પડેલ અને ફરીયાદી લાલુ ત્યાંથી નીકળી ગયેલ અને ત્યારે ચંદનકુમારે આરોપી સામે પ્રતિકાર કરી અને કહેલ કે, ક્યા કર લેગા તુ ? એમ કહેતા રાકેશકુમાર સહિતના શખ્સોએ ઉશ્કેરાઈ છરી વડે ચંદનકુમાર પર હુમલો કરેલ તેમજ અન્ય આરોપીઓએ બોથડ પદાર્થ વડે મારમારી હત્યા કરી હતી.

આ બનાવમાં મુખ્ય આરોપી રાકેશકુમાર પોતાના ભાઇ છોટેલાલ તથા પોતાના મિત્રો સાથે મળી બનાવને અંજાબ આપી નાશી ગયેલ હોય જેને પોલીસે ઝડપી લીધો હતો. રાકેશકુમારના ભાભી સાથે આ કામના મૃતકના મામા લાલુને પ્રેમસબંધ હોય જે બાબતનો ખાર રાખી લાલુને મારવા પુર્વ આયોજીત કાવતરૂૂ કરેલ હોય પરંતુ બનાવ દરમ્યાન લાલુ ત્યાંથી નાસી જતા ચંદનકુમાર સાથે ઝગડો થતા તેણે પ્રતિકાર કરતા પતાવી દીધો હતો.