Rajkot Crime News: રાજકોટ નજીકના ઉમરાળી ગામમાં પતિ-પત્ની ઔર વોનો ચકચારી કિસ્સો પ્રકાશમાં આવ્યો છે. જેમાં રિક્ષા ચાલક પતિએ પોતાની પત્નીને કૌટુંબિક ભાઈ સાથે પ્રેમલીલા કરતાં રંગેહાથ ઝડપી પાડી હતી. જેને પગલે બન્ને વચ્ચે ઉગ્ર બોલાચાલી થયા બાદ પત્ની અને તેનો પ્રેમી પતિને રૂમમાં પુરીને બાઈક પર નાસી છૂટ્યા હતા.
આ અંગે પ્રાપ્ત વિગતો પ્રમાણે, ઉમરાળી ગામમાં રહેતો 30 વર્ષીય રિક્ષાચાલક શુક્રવારના રોજ ધંધા ઉપરથી પોતાના ઘરે આવ્યો હતો. જ્યાં ડેલીનો દરવાજો ખખડાવવા છતાં કોઈએ ખોલ્યો નહતો. આથી યુવકને શંકા જતાં તે વંડી ઠેકીને અંદર ઘુસ્યો, ત્યારે રૂમમાં પત્ની તેના કૌટુંબિક ભાઈ સાથે કઢંગી હાલતમાં મળી આવી હતી.
જેથી પત્નીના પ્રેમીએ યુવક કહ્યું કે, તું કોઈને આ બાબતે વાત ના કરતો. હું ગામ છોડીને બીજે રહેવા જતો રહીશ. જો કે યુવકે પોતાના પિતા અને સાળાને ફોન કરી દીધો હતો. જેથી ઉશ્કેરાયેલા પ્રેમીએ યુવકને ધક્કો મારીને નીચે પાડી દીધો હતો. જે બાદ યુવકની પત્નીને રુમની બહાર કાઢીને દરવાજો અંદરથી બંધ કરીને બન્ને બાઈક પર ભાગી ગયા હતા.
જે બાદ પાડોશીની મદદથી બહાર આવેલ યુવક આટકોટ ગામ સુધી પત્ની અને તેના પ્રેમીનો પીછો કર્યો હતો, પરંતુ તેઓ હાથ નહતા લાગ્યા. જેથી વિલામોંઢે ઘરે પત ફરેલા યુવકે ઘરે આવીને તલાસી લેતા સોના-ચાંદીના દાગીના સહિતની વસ્તુઓ ગાયબ હતી. આથી તે પત્ની પોતાની સાથે લઈ ગયા હોવાની જાણ થતાં તેએ આજી ડેમ પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી હતી. જેના આધારે પોલીસે ગુનો દાખલ કરીને આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.
