Rajkot News: રાજકોટ શહેરમાં કોરોના વાયરસના વધુ સાત નવા કેસ નોંધાતા આરોગ્ય તંત્રમાં ચિંતા વ્યાપી છે. આજે જાહેર થયેલા રિપોર્ટ મુજબ, ત્રણ પુરુષ અને ચાર સ્ત્રીઓના કોરોના રિપોર્ટ પોઝિટિવ આવ્યા છે. આ સાથે, 19 મે, 2025 થી આજ દિન સુધીમાં નોંધાયેલા કેસોની કુલ સંખ્યા 44 પર પહોંચી ગઈ છે.
શહેરની હોસ્પિટલોમાં હાલ 38 દર્દીઓ સારવાર હેઠળ છે, જેમાંથી કેટલાકની હાલત સ્થિર હોવાનું જાણવા મળ્યું છે. જ્યારે સારવાર લઈ રહેલા દર્દીઓમાંથી છ દર્દીઓ સ્વસ્થ થઈને ઘરે પરત ફર્યા છે, જે એક રાહતના સમાચાર છે.
આ પણ વાંચો
આરોગ્ય વિભાગ દ્વારા સંક્રમણને અટકાવવા માટે સઘન પ્રયાસો હાથ ધરવામાં આવી રહ્યા છે. પોઝિટિવ આવેલા દર્દીઓના સંપર્કમાં આવેલા લોકોનું ટ્રેસિંગ અને ટેસ્ટિંગ પણ શરૂ કરી દેવામાં આવ્યું છે.
