Rajkot: ભગવતીપરામાં હોલિકા દહન વખતે થઈ બે જૂથ વચ્ચે માથાકૂટ, પોલીસે મામલો થાળે પાડ્યો, ત્રણની અટકાયત કરી

પોલીસે આ મામલે ત્રણ શખ્સોની અટકાયત કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

By: Purvalak DabhiEdited By:Purvalak DabhiPublish Date: Tue, 03 Mar 2026 09:22 AM (IST)Updated: Tue, 03 Mar 2026 09:22 AM (IST)
rajkot-bhagwatipara-holika-dahan-clash-of-two-group-police-detained-3-person
HIGHLIGHTS
  • ભગવતીપરામાં હોલિકા દહન વખતે થઈ માથાકૂટ
  • નજીવી બાબતે બે જૂથ વચ્ચે ઉગ્ર તકરાર થઈ ગઈ
  • પોલીસે આ મામલે ત્રણ શખ્સોની અટકાયત કરી

Bhagwatipara Holika Dahan Clash: રાજકોટ શહેરના ભગવતીપરા વિસ્તારમાં ગત રાત્રે હોલિકા દહન દરમિયાન સામાન્ય બાબતે બે કોમના યુવાનો સામસામે આવી જતાં તંગદિલી સર્જાઈ હતી. જોકે, સ્થાનિકોની સમયસૂચકતા અને પોલીસના ત્વરિત હસ્તક્ષેપને કારણે મોટી ઘટના બનતા ટળી હતી. પોલીસે આ મામલે ત્રણ શખ્સોની અટકાયત કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

હોલિકા દહન વખતે થઈ માથાકૂટ

આ બનાવ અંગે પ્રાપ્ત વિગતો અનુસાર, ભગવતીપરામાં જ્યારે હોલિકા દહનનો કાર્યક્રમ ચાલી રહ્યો હતો. ત્યારે ત્યાંથી પસાર થઈ રહેલા અન્ય ધર્મના યુવાનોને હિન્દુ યુવાનોએ સાઈડમાં ખસી જવાનું કહ્યું હતું. જોકે, બાદમાં આ બાબતે જ બોલાચાલી થઈ હતી. રસ્તો આપવા જેવી નજીવી બાબતે તકરાર શરૂ થઈ ગઈ હતી.

નજીવી બાબતે થઈ ઉગ્ર બોલાચાલી

રસ્તો આપવા જેવી નજીવી બાબતે થયેલી આ તકરારે જોતજોતામાં ઉગ્ર સ્વરૂપ ધારણ કરી લીધું હતું. જે બાદ બંને પક્ષના યુવાનો સામસામે આવી ગયા હતા. મળતી વિગત અનુસાર બંને પક્ષ વચ્ચે ઉગ્ર બોલાચાલી થઈ હતી. આ ઘટનાની જાણ થતા જ આસપાસના જવાબદાર નાગરિકો સ્થળ પર દોડી આવ્યા હતા.

પોલીસે ત્રણ લોકોની અટકાયત કરી 

સ્થાનિક નાગરિકોએ જ બંને પક્ષના યુવાનોને સમજાવીને છૂટા પાડ્યા હતા. જો કે, ઘટનાની ગંભીરતાને જોતા DCP સહિતનો ઉચ્ચ પોલીસ અધિકારીઓનો કાફલો તાત્કાલિક ઘટનાસ્થળે દોડી ગયો હતો. પોલીસે પરિસ્થિતિ પર કાબૂ મેળવીને ત્રણ તોફાની તત્વોની ધરપકડ કરી હતી. હાસ સ્થિતિ કાબૂમાં છે, પરંતુ વાતાવરણમાં ગરમાવો છે.