Rajkot: મવડીના ડ્રીમ સિટી એપાર્ટમેન્ટમાં ભીષણ આગ, 22થી વધુ વાહનો થયા ખાખ; સદનસીબે જાનહાની ટળી 

ડ્રીમ સિટી એપાર્ટમેન્ટના પાર્કિંગ એરીયામાં કોઈ કારણોસર આગ ફાટી નીકળી હતી.

By: Purvalak DabhiEdited By:Purvalak DabhiPublish Date: Tue, 03 Mar 2026 09:01 AM (IST)Updated: Tue, 03 Mar 2026 09:02 AM (IST)
rajkot-fire-breaks-out-in-dream-city-apartment-more-than-22-vehicles-gutted
HIGHLIGHTS
  • ડ્રીમ સિટી એપાર્ટમેન્ટમાં બન્યો આગનો બનાવ 
  • પાર્કિંગ એરીયામાં કોઈ કારણોસર આગ લાગી
  • પાર્કિંગમાં પડેલા 22 જેટલા વાહનો બળીને ખાખ

Rajkot Dream City Apartment Fire: રાજકોટ શહેરના કણકોટ-મવડી મેઈન રોડ પર આવેલા 'ડ્રીમ સિટી' એપાર્ટમેન્ટમાં અચાનક ભીષણ આગ ફાટી નીકળતા સમગ્ર વિસ્તારમાં અફરાતફરી મચી ગઈ હતી. આગની તીવ્રતા એટલી વધુ હતી કે પાર્કિંગમાં પડેલા 22 થી વધુ વાહનો જોતજોતામાં આગની લપેટમાં આવી ગયા હતા. 

આ બનાવ અંગે મળતી માહિતી મુજબ, ડ્રીમ સિટી એપાર્ટમેન્ટના પાર્કિંગમાં કોઈ અગમ્ય કારણોસર આગ લાગી હતી. જોતજોતામાં આગે વિકરાળ સ્વરૂપ ધારણ કરી લીધું હતું, જેના કારણે પાર્કિંગમાં ઉભેલા 22 જેટલા વાહનો બળીને ખાખ થઈ ગયા હતા.

naidunia_image

ધુમાડાના ગોટેગોટા ઉંચે સુધી ઉડતા એપાર્ટમેન્ટમાં રહેતા લોકોમાં ફાળ પડી હતી. આગ લાગતા જ ઉપરના માળે રહેતા લોકો ફસાઈ ગયા હતા, જેમાં ખાસ કરીને વૃદ્ધોની હાલત કફોડી બની હતી. સદનસીબે, ફાયર બ્રિગેડ અને 108 ઈમરજન્સી ટીમે સમયસર પહોંચી ફ્લેટમાં ફસાયેલા વૃદ્ધોને સુરક્ષિત બહાર કાઢતા મોટી જાનહાનિ ટળી છે.

આ ઘટનાની જાણ થતાં જ ફાયર બ્રિગેડનો કાફલો ઘટના સ્થળે દોડી ગયો હતો. ફાયર ફાયટરોએ ભારે જહેમત બાદ આગ પર કાબુ મેળવ્યો હતો. તે દરમિયાન, 108 ઈમરજન્સી અને ફાયરની ટીમે સંયુક્ત રીતે ઓપરેશન હાથ ધરી ફ્લેટમાં ફસાયેલા તમામ વૃદ્ધો અને રહિશોને સુરક્ષિત રીતે નીચે ઉતાર્યા હતા.