Rajkot News: બેડી ચોકડી અને સોખડા ચોકડી વચ્ચે હિટ ઍન્ડ રનના બનાવમાં રાજકોટના સોખડા ગામના 17 વર્ષના સગીરનું ગંભીર ઇજા થવાથી મોત થતાં પરિવારમાં કલ્પાંત સર્જાયો છે. બનેવીને મળીને ઘરે આવતો હતો ત્યારે બાઇક સહિત કારની ઠોકરે આવી જતાં આ બનાવ બન્યો હતો.
વધુ વિગતો મુજબ, કુવાડવા રોડ પર આવેલા સોખડા ગામે રહેતો મયુર પ્રવિણભાઇ સાકરીયા (ઉ.વ.17) 19/2ના સાંજે સાડા સાતેક વાગ્યે ટુવ્હીલર હંકારીને જતો હતો ત્યારે બેડી ચોકડી અને સોખડા વચ્ચે આવેલી બ્લેકસ્ટોન હોટલ નજીક કારની ઠોકરે આવી જતાં બાઇક સહિત રોડ પર ફંગોળાઈ જતાં ગંભીર ઇજા થઇ હતી.
અકસ્માત સર્જી ચાલક કાર લઇને ભાગી ગયો હતો. મયુરને સારવાર માટે હોસ્પિટલમાં દાખલ કરાયો હતો. પરંતુ દિવસો સુધીની સારવારને અંતે તેનું મૃત્યુ થતાં કુવાડવા રોડ પોલીસે કાર્યવાહી કરી હતી. મૃત્યુ પામનાર મયુર ઍક બહેનથી મોટો હતો અને માતા-પિતાનો એકનો એક દિકરો હતો.
તે ઘરે બેઠા ઇમિટેશનનું કામ કરી પરિવારને મદદરૂૂપ થતો હતો. 16મીએ તે રૂૂડા ટ્રાન્સપોર્ટ નગરમાં રેહતાં બનેવી દર્શનભાઇને મળવા ગયો હતો.ત્યાંથી પરત ઘરે આવતી વખતે આ બનાવ બન્યો હતો. તેના પિતા પણ ઇમિટેશનનું કામ કરે છે. એકના એક દિકરાના મૃત્યુથી સાકરીયા પરિવારમાં શોક છવાઇ ગયો છે.
