Rajkot News:45 ડિગ્રી ગરમીમાં સિવિલ હોસ્પિટલમાં દર્દીઓનો ભઠ્ઠાશેક ,સૌરાષ્ટ્રની સૌથી આધુનિક હોસ્પિટલમાં પંખાની સુવિધાનો અભાવ

45 ડિગ્રીની ગરમીમાં સિવિલ હોસ્પિટલમાં આવનારા દર્દીઓ ભઠ્ઠામાં શેકાઈ રહ્યા છે અને તેની સાર સંભાળ રાખવી તો દૂર સિવિલ હોસ્પિટલ તંત્ર જરૂૂરી સુવિધા આપવામાં પણ ઊણું ઉતર્યું છે.

By: Nilesh ZinzuwadiaEdited By:Nilesh ZinzuwadiaPublish Date: Mon, 11 May 2026 09:49 PM (IST)Updated: Mon, 11 May 2026 09:49 PM (IST)
patients-in-civil-hospital-swelter-in-45-degree-heat-lack-of-fan-facility-in-saurashtras-most-modern-hospital

Rajkot News:સમગ્ર રાજ્યમાં હાલ ગરમીનો પ્રકોપ જોવા મળી રહ્યો છે લાગે છે કે સૂર્યનારાયણ રૂૂઠિયા હોય. આકાશમાંથી સતત અગનવર્ષા થઈ રહી છે અને તાપમાન પણ 45 ડિગ્રી સુધી આંબી ગયું છે. કરુણતા એ વાતની છે કે 45 ડિગ્રીની ગરમીમાં સિવિલ હોસ્પિટલમાં આવનારા દર્દીઓ ભઠ્ઠામાં શેકાઈ રહ્યા છે અને તેની સાર સંભાળ રાખવી તો દૂર સિવિલ હોસ્પિટલ તંત્ર જરૂૂરી સુવિધા આપવામાં પણ ઊણું ઉતર્યું છે.

આંકરા તાપમાન અને ધગધગતી ગરમીમાં એક પણ વોર્ડમાં એર કુલર મૂકવામાં આવ્યા ન હોવાની ઘટના સામે આવી છે જેમાં દર્દીઓની સાથે તેમના સગા મનોમન રૂૂદન કરતા નજરે પડ્યા છે. પોતાના સ્વજનને બચાવવા માટે અનેકવિધ નુસખાઓ અપનાવવામાં આવ્યા છે તો ઘણા ખરા દર્દીઓ પોતાના ઘરેથી પંખા લઈ દર્દીને ગરમીથી બચાવવા માથામણ કરી રહ્યા છે .

સિવિલ હોસ્પિટલ તંત્રની નફટાઇના પાપે આવતા દર્દીઓને વેદના વેઠવી પડી રહી છે. ખરા અર્થમાં હોસ્પિટલ પ્રશાસને દર્દીઓની પડખે ઊભું રહી તેઓને ગરમીના આતંકથી બચાવવા જોઈએ પરંતુ અધિકારીઓ પોતાની ચેમ્બરમાં મસ્ત એસીમાં બેસી નિર્ણયો લેતા હોવાની ફરિયાદો ઉઠી રહી છે તો બીજી તરફ દર્દીઓની વ્યથા સાંભળવામાં કોઈ અધિકારીને રસ ન હોય તેવું પણ ચિત્ર ઊભું થયું છે. ગત ઉનાળામાં ભારે ઉહાપો થયો હતો જે બાદ હોસ્પિટલ પ્રશાસન દ્વારા કુલર મૂકવામાં આવ્યા હતા પરંતુ આ વખતે તંત્ર એર કુલર મૂકવાનું ભૂલી ગયું હોય કે પછી મૂકવા ન હોય તેવી માનસિકતા છતી થઈ છે . દર્દીઓ માટે ડોક્ટર અને હોસ્પિટલ ભગવાનનું સ્વરૂૂપ છે પરંતુ હવે આ જ હોસ્પિટલ કાલ સ્વરૂૂપે દર્દીઓના માથે નાચ કરતું હોય તેવું ચિત્ર ઉપસી રહ્યું છે.


દર્દીઓના આશા હોય છે કે વધુ ખર્ચ કર્યા વગર સિવિલ હોસ્પિટલમાં સરળતાથી તેમનો ઈલાજ થઈ જશે પરંતુ હાલ જે ગરમીનો માહોલ જોવા મળી રહ્યો છે અને આકાશમાંથી જે રીતે અગ્નિવર્ષા થઈ રહી છે તેમાં જો યોગ્ય તકેદારી રાખવામાં ન આવે તો લોકોના મોત પણ થાય ત્યારે હોસ્પિટલ પ્રશાસન ખરા અર્થમાં આ બાબતની ગંભીરતાને ધ્યાને લઈ દર્દીઓના હિત માટે નિર્ણય કરે તે ખૂબ જરૂૂરી છે. હાલ જે વિગતો મળી રહી છે અને જે સ્થિતિનું નિર્માણ થયું છે તેનાથી એ વાત તો સ્પષ્ટ છે કે જો આવનારા બે થી ત્રણ દિવસમાં યોગ્ય નિર્ણય લેવામાં નહીં આવે તો પરિસ્થિતિ વિક્રાળ બની શકે છે.

સિવિલ હોસ્પિટલમાં દર્દીઓની સંખ્યામાં ઉતરોતર વધારો થઈ રહ્યો છે અને તેમાં પણ પાયાની સુવિધા જેવી કે પંખા અને એર કુલર ન હોવાના કારણે ભારે ઉહાપો મચ્યો છે. તંત્રની ઉદાસીનતા તથા નિષ્ક્રિયતાના પગલે હાલ દર્દીઓએ હેરાન થવું પડે છે.