ખોડલધામ ટ્રસ્ટી દિનેશ બાંભણિયાની માફી માગવાની વાત પર અનારબેન પટેલનો જવાબ, કહ્યું- મમ્મીના મનમાં કંઈ નથી

ખોડલધામના ટ્રસ્ટી દિનેશ બાંભણિયાએ આનંદીબેન પટેલને CM પદેથી દૂર કરવાના મુદ્દે અફસોસ વ્યક્ત કરી માફી માગવાની ઈચ્છા દર્શાવી. અનારબેન પટેલે જવાબ આપ્યો.

By: Jignesh ParmarEdited By:Jignesh ParmarPublish Date: Tue, 17 Nov 2026 01:00 PM (IST)Updated: Tue, 17 Nov 2026 01:00 PM (IST)
khodaldham-trustee-dinesh-bambhania-anarben-patel-anandiben-apology-statement

Dinesh Bambhania Apology Statement: ગુજરાતમાં વિધાનસભા 2027ની ચૂંટણી યોજાવવાની છે. તેને પગલે રાજકીય નેતાઓ પોતાના નિવેદનોના લીધે ચર્ચામાં આવ્યા છે. તેવામાં દિનેશભાઈ બાંભણિયાનું નિવેદન સામે આવ્યું છે. જેમાં તેઓ આનંદીબેન પટેલની માફી માગવાની વાત કરી રહ્યા છે. જસદણ મુકામે પાટીદાર શૈક્ષણિક ભવન ખાતે ભવ્ય સખી સ્નેહમિલન યોજાયો હતો. આ તકે દિનેશ બાંભણિયાએ પોતાનું નિવેદન આપ્યું હતું.

ખોડલધામના ટ્રસ્ટી દિનેશ બાંભણિયા બોલ્યા?

જાહેર મંચ પરથી સંબોધન આપતાં ખોડલધામના ટ્રસ્ટી દિનેશ બાંભણિયાએ જણાવ્યું કે, મીડિયાના માધ્યમથી મારે એક વાક કહેવી છે. પાટીદાર આંદોલનથી અમને 10 ટકા અનામતનો લાભ મળ્યો. યુવાનોને નોકરીઓ મળી, પરંતુ હવે એક સારા મુખ્યમંત્રી આનંદીબેન પટેલને ગુમાવ્યા એનો રંજ છે. આવા સારા મુખ્યમંત્રીને હટાવવા માટે અમે આંદોલનકારીઓ કારણ બન્યા. આજે હું જાહેર મંચથી કહેવા માંગુ છુ કે, આનંદીબેન પટેલને દૂર કરવાથી પાટીદાર સમાજને જે નુકસાન થયું છે. અમારે આનંદીબેનને મળવું છે એમની પાસે ઉભા રહીને માફી માંગવી છે. પરંતુ અમને સમય મળ્યો નથી. તો જાહેર મંચ પરથી કહું છું કે, આનંદીબેનને ગુમાવવાનો અમને ખૂબ જ અફસોસ છે.

અનારબેન પટેલે આપ્યો જવાબ

જ્યારે આનંદીબેનના પુત્રી અનારબેન પટેલે પણ દિનેશ બાંભણિયાની માફી માંગવાની વાતનો જવાબ આપતાં જણાવ્યું કે, દિનેશભાઈને ખાસ કહીશ કે કોઈ પણ વાતનું દુખ રાખવાની જરુર નથી. મમ્મીના મનમાં એવું કાંઈ પણ નથી. મારી જવાબદારી એટલી કે તમારી મુલાકાત જલ્દીથી તેમની સાથે (આનંદીબેન) સાથે કરાવી પડે.

સીએમ પદેથી આનંદીબેનને હટાવાયા

ગુજરાતમાં વર્ષ 2015માં પાટીદાર અનામત આંદોલનની શરુઆત હાર્દિક પટેલ, દિનેશ બાંભણિયા જેવા આગેવાનો દ્વારા કરવામાં આવ્યું હતું. આ આંદોલન 14 જાન્યુઆરી 2019 સુધી ચાલ્યું હતું. આ આંદોલનને પગલે વિશાળ રેલીઓ અને પ્રદર્શન યોજાયા હતા. આ આંદોલનને લીધે ઓગસ્ટ 2016માં ગુજરાતના તત્કાલીન મુખ્યમંત્રી આનંદીબેન પટેલને રાજીનામું આપવું પડ્યું હતું.