Gondal News: અલ્પેશ કથીરિયા અને ગણેશ જાડેજા વચ્ચેના વિવાદને લઇને ગોંડલના રાજકરણમાં ગરમાવો છે. પૂર્વ ધારાસભ્ય જયરાજસિંહ જાડેજાએ આકરા પ્રહારો કર્યા હતા. તેમણે જણાવ્યું હતું કે, ગોંડલને ખોટી રીતે બદનામ કરવામાં આવી રહ્યું છે. ગોંડલમાં અઢારે વરણ અમારા પરિવાર સાથે છે. લોક રોષ જોઈને ગોંડલ છોડીને જતું રહેવું પડ્યું છે. અમને આજે જનતાનો વિશ્વાસ મળ્યો છે. આગામી દિવસોમાં નગરપાલિકા, માર્કેટિંગ યાર્ડ, તાલુકા પંચાયત અને જિલ્લા પંચાયતની ચૂંટણી આવી રહી છે. અણવર બનીને નહીં, વરરાજા બનીને આવજો. ગોંડલની જનતા તમને જવાબ આપશે.
જયરાજસિંહ જાડેજાએ જણાવ્યું હતું કે, ગોંડલની અંદર મારા ખ્યાલથી હું જે રીતે 30 વર્ષની મારા જાહેર જીવનમાં પડેલો છું. મારા જાહેર જીવનની અંદર ગોંડલમાં ક્યારેય મેં અશાંતિ જોઈ નથી. હાલની જો વર્તમાન સમયની વાત કરવામાં આવે તો ગોંડલની અંદર જે શાંતિ છે જે શાંતિનો માહોલ છે. 18 આલમનો એક અવાજ છે. એ રીતે ગોંડલમાં મને ગુંડાગીરી જેવું કઈ દેખાતું નથી. જે રીતે ગોંડલ ગામને બદનામ કરવામાં આવ્યું ગોંડલ છે. મિર્ઝાપુર છે. ગોંડલની અંદર ગુંડાગીરી છે.
ગોંડલની અંદર પાટીદારોની જમીન પડાવી લેવામાં આવે છે. એક પણ પાટીદારની જમીન જો મે કે મારા પરિવારે પડાવી લીધી હોય. મે કે મારા પરિવારે તો આ તમારી સામે બેસીને ઊભો થાવ ત્યારે મારું જાહેર જીવન છોડી દેવાની મારી તૈયારી છે. જેવી રીતે ખોટા આક્ષેપ કર્યા એનાથી જનતાની અંદર આક્રોશ વધ્યો છે. ખોટી જ વાત ગોંડલને બદનામ કરવાની વાત ગોંડલ મિર્ઝાપુર છે. ગોંડલની અંદર કોઈ દીકરી દેતું નથી. આ હદ સુધીના નિવેદન મીડિયાના માધ્યમથી આ બધા મિત્રો અને પહેલા બેનને જીગીસાબેનને આપેલા છે કે ગોંડલની અંદર કોઈ દીકરી દેતું નથી.
આ બધું આ બધું ષડયંત્ર હું એમ માનું છું કોંગ્રેસ પ્રેરિત હતું આ રેલી દરમિયાન મને જાણવા મળ્યું કે ગોંડલમાં કોઈ દિનેશભાઈ પાથર છે એને અમારા બેનર જે લાગેલા હતા એ બેનરને તોડવાની કોશિશ કરી અમુક બેનરો એને તોડ્યા આનાથી જનાક્રોશ વધ્યો અને ગોંડલની સ્વયંભુ આ બહાર નીકળે ભારથી આવેલા હતા એને જાકારો આપવા માટે માટે તમામ જનતા તમામ સમાજ ખાસ કરીને લેવા પટેલ સમાજ મોખરે રહ્યો છે કે અમારે ગામની અંદર શાંતિ છે અમારી શાંતિ હણવા માટે કોઈ પ્રયત્ન કરે નહીં અને આ તમને ગોંડલની જનતાનો જવાબ છે અને ગોંડલની જનતાનો આ આક્રોશ છે.
જે રીતે ગોંડલની જનતાએ જવાબ આપી દીધો છે આનાથી મોટો મારો અવાજ નથી ગોંડલની જનતાનો અવાજ છે એ મારા માટે સર્વોપરી છે. કોઈ ચૂંટણી નથી આમ છતા સુરતથી આ આગેવાનો આવ્યા છે. કોઈ ચૂંટણી નથી એ પહેલા એ લોકો આનું પડ બાંધવા માટે આવ્યા છે. પાટીદાર સમાજ મોટી સંખ્યામાં છે પાટીદારોને ઉશ્કેરવાથી અમને ફાયદો થશે. અમારું રાજકારણ અહીંથી બનશે પણ આ પાટીદાર આંદોલન વખતે જે નાપાસ થયેલા છે પાસ તરીકે નાપાસ જે થયેલા છે એ લોકો ગોંડલનું વાતાવરણ બગાડી રહ્યા છે.
ગોંડલની અંદર જો પાટીદાર સમાજની વાત કરે તો ગોંડલનો પાટીદાર સમાજ કોણ છે એની વ્યાખ્યા પહેલા આ બહારથી આવેલા લોકોને સમજવી પડશે. ગોંડલની અંદર જાહેર જીવનની અંદર 50 50 વર્ષથી લોકોની વચ્ચે રહીને જેને આગેવાની સ્થાપિત કરી છે. આવા બધા જ લોકો મારી સાથે છે. આ બધા ગોંડલની મૂડી છે. ગોંડલના કહેવાતા આગેવાનો છે. એ બધા ગોંડલના કર્તા હર્તા ગોંડલ પાટીદાર સમાજના કહેવાતા આગેવાનો છે. આ બહારથી બની બેઠેલા કોઈ આગેવાનો ગોંડલ પાટીદાર સમાજના આગેવાનો નથી.
ગણેશભાઈનું નામ એક ચેનલોમાં એ રીતે હાલ્યું છે કે ગણેશભાઈ એટલે ગુંડાગીરી ગણેશભાઈ એટલે ગોંડલ ભાઈ ગણેશભાઈ ગોંડલ નામ સ્થાપિત મે નથી કર્યું. એ ગોંડલની જનતા એને વહાલથી ગણેશ ગોંડલ કે છે અને ગોંડલ ગણેશ છે. એ પોતાનો દીકરો ગોંડલની જનતા માને છે. આમાં મારે કઈ કહેવાનું રહેતું નથી.
જયરાજસિંહ અત્યારથી અગાઉના આગામી 20 25 વર્ષનું કઈ રીતે કહી શકે કે મારા પરિવારને ટિકિટ મળશે. મે કોઈ એવું સ્ટેટમેન્ટ નથી આપ્યું કે મારા પરિવારે ટિકિટ તો ભારતીય જનતા પાર્ટી નક્કી કરશે અને ભારતીય જનતા પાર્ટીની ટિકિટ નક્કી કરવાનો ભારતીય જનતા પાર્ટીની પાર્લામેન્ટરી બોર્ડનો અધિકાર છે નહી કે અલ્પેશ કથિરિયાનો. આ લોકો પણ ભાજપ સાથે જોડાયેલા છે બાબતે હાઈ કમાન્ડ હું જરૂર હાઈ કમાન્ડને ફરિયાદ કરીશ કે ગોંડલની અંદર ભાજપનો ખેસ પેરેલો છે ભાજપની અંદર જોડાયેલા છે અને ગોંડલની અંદર પાર્ટીનું વાતાવરણ બગાડે છે. ફરિયાદ પાર્ટીની અંદર કરવાનું છું.
વિધાનસભાની ચૂંટણીને હજી વાર છે. હજી ઘણો સમય બાકી છે પણ આવતા દિવસોની વાત કરું તો નગરપાલિકાની ચૂંટણી 10 મહિનાની અંદર આવવાની છે. તાલુકા પંચાયતની ચૂંટણી 10 મહિનામાં આવવાની છે. જિલ્લા પંચાયતની ચૂંટણી 10 મહિનામાં આવવાની છે. માર્કેટ યાર્ડની ચૂંટણી 10 મહિનાની અંદર આવવાની છે. ચાર મોટા મોટી સંસ્થા ગોંડલની જે છે એની ચૂંટણી આવવાની છે. આમાં તમે મેદાને ઉતરો મારી તમને વિનંતી છે. તમે અણવર નહી બનો તમે વરરાજા બનીને આવો ગોંડલની જનતા તમને જવાબ આવશે.
આ બધા જાતિવાદી લોકો છે. જ્ઞાતિ જાતિ ભડકાવીને અહીયા પોતાનું રાજકીય એક સ્ટેન્ડ બનાવવું છે. એના માટેના એના પ્રયત્નો નિષ્ફળ બન્યા છે. ગોંડલની જનતાએ જાકારો બિલકુલ આપ્યો છે. મેં તો સવારથી મારું ઘર છોડ્યું નથી પણ મને જનતાનો આક્રોશ મારા ઘરે બેઠા બેઠા જોવા મળ્યો છે.
