Rajkot: સૌરાષ્ટ્ર યુનિના બાયોસાયન્સ ભવનમાં રાજ્યનું પ્રથમ બાયો-સાયન્સ ડિજિટલ મ્યુઝિયમ બનશે

અહીં ગીધ, મગર, 12 પ્રકારના સાપ, 100થી વધુ માછલીની પ્રજાતિનો સંગ્રહ છે. અહીં તમામ જૂના અને નવા સ્પેસીમેન્સના ફોટોગ્રાફ્સ સાથે ડિજિટલ ડેટા તૈયાર કરાશે.

By: Mukesh JoshiEdited By:Mukesh JoshiPublish Date: Mon, 01 Dec 2025 08:19 AM (IST)Updated: Mon, 01 Dec 2025 08:19 AM (IST)
gujarat-first-bio-science-digital-museum-will-be-built-in-bioscience-building-of-saurashtra-university-rajkot

Bio-Science Digital Museum: રાજકોટની સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના બાયોસાયન્સ ભવનમાં 55 વર્ષ જૂનું બાયોલોજિકલ મ્યુઝિયમ કાર્યરત કરવામાં આવશે. ઝૂલોજી ડિપાર્ટમેન્ટની ઓળખ સમા આ મ્યુઝિયમમાં પ્રાણીઓ, પક્ષીઓ, વનસ્પતિઓ અને અશ્મિઓનો સંગ્રહ જોવા મળે છે. અહીં અલગ-અલગ પ્રકારના પ્રાણીઓ, પક્ષીઓ અને વનસ્પતિની પ્રજાતિઓના સ્પેસીમેન્સ એટલે કે નમૂનાઓ સંગ્રહિત છે. બાયોસાયન્સ ડિપાર્ટમેન્ટના પ્રોફેસરોએ અહીં બાયોલોજિકલ ડિજિટલ મ્યુઝિયમના નિર્માણનું બીડું ઝડપ્યું હતું. જે ગુજરાતમાં બાયોસાયન્સ ભવનનું પ્રથમ ડિજિટલ મ્યુઝિયમ બનશે. જેનાથી દુનિયાના કોઈપણ ખૂણે બેઠેલા વિદ્યાર્થીઓ આ મ્યુઝિયમમાં રહેલા સ્પેસીમેન પર રિસર્ચ કરી શકશે અને તેનાથી આ મ્યુઝિયમને રાષ્ટ્રીય અને આંતરરાષ્ટ્રીય કક્ષાએ સિદ્ધિ પ્રાપ્ત થશે.

બાયોસાયન્સ ભવન

દર વર્ષે 30 જેટલા વિદ્યાર્થીઓ મ્યુઝિયમ આધારિત માસ્ટર ડિગ્રીનું ડેઝર્ટેશન અને PhD નું થીસિસ તૈયાર કરવામાં આવતું હોય છે. આ મ્યુઝિયમમાં ડ્રાય અને લિક્વિડ નમૂનાઓનો સંગ્રહ છે. આ સંગ્રહ વિદ્યાર્થીઓને પ્રાણી કે વનસ્પતિની ઓળખ વિદ્યા સારી રીતે શીખવી શકે છે અને પ્રકૃતિમાં તેના મહત્વ વિશે જાગૃત કરવામાં આવે છે, જે જાળવણી માટેનું પ્રથમ પગથિયું કહેવાય છે.

મ્યુઝિયમ ઘણા વર્ષોથી બાયોસાયન્સના વિદ્યાર્થીઓ માટે સંશોધનનું એક પાયાનું પ્લેટફોર્મ રહ્યું છે. દર વર્ષે માસ્ટર ડિગ્રીના 25 અને PhDના 5 વિદ્યાર્થી અહીંના સ્પેસીમેન્સ આધારિત રિસર્ચ કરે છે.

અહીંથી અભ્યાસ પૂર્ણ કરનારા વિદ્યાર્થીઓ WWI, ANO, NIA જેવી રાષ્ટ્રીય સંસ્થાઓ, ફોરેસ્ટ ડિપાર્ટમેન્ટ અને દિલ્હીના નેશનલાઈઝ મ્યુઝિયમમાં પણ કામ કરી રહ્યા છે.

બે વિદ્યાર્થીઓ ઇન્ટરનેશનલ કક્ષાએ કામ કરી રહ્યા છે, જેમાં એક વિદ્યાર્થી ઈરાનમાં સ્ટાર ફિશ પર રિસર્ચ કરી રહ્યો છે.

MSC ઝૂલોજીના વિદ્યાર્થીઓ મોટા ભાગે દરિયાઈ જીવ પર વધુ રિસર્ચ કરે છે, જે માટે મ્યુઝિયમમાં સંગ્રહિત શંખ, છીપ અને સ્ટાર ફિશના નમૂનાઓ અત્યંત ઉપયોગી છે.

મ્યુઝિયમની વિશેષતાઓ

  • પ્રાણી સૃષ્ટિ : ગીધ, મગર, વાંદરા, ચામાચીડિયું, ઉંદર, સસલા, ડોલ્ફિનનું અશ્મિ, 12 પ્રકારના સાપ, 100થી વધુ માછલીની પ્રજાતિ અને 25 જેટલા છિદ્ર કોષ્ઠાંત્રી પ્રાણીઓ.
  • દુર્લભ ખોપરીઓ : માનવ, ગધેડો, હરણ અને શિયાળ સહિત વિવિધ પ્રાણીની ખોપરીનો સંગ્રહ.
  • વનસ્પતિ સૃષ્ટિ : દરિયાઈ શેવાળની 60થી વધુ પ્રજાતિ અને 300થી વધુ વનસ્પતિના અંગોની હર્બેરિયમ શીટ્સ. જીમ્નોસ્પોરા અને વનસ્પતિઓના અશ્મિઓ પણ સંગ્રહિત છે.
  • સમુદ્રી જીવો : સ્ટાર ફિશ, જેલીફિશ, શંખ, છીપ અને વિવિધ પ્રકારના મૃદુકાય જીવોના નમૂના.
  • ડિજિટલ મ્યુઝિયમ આ રીતે કામ કરશે : જૂના-નવા સ્પેસીમેન્ટના ફોટો, વિગતોનો ડિજિટલ ડેટા તૈયાર કરાશે