ગણેશ વિસર્જન માટે રાજકોટ તૈયાર: RMCએ કરી વિશેષ વ્યવસ્થા, જાણો વિસર્જન સ્થળોની સંપૂર્ણ યાદી

રાજકોટમાં ગણેશજીની મૂર્તિનું વિસર્જન કરવા માટે RMC દ્વારા 6 સ્થળે વ્યવસ્થા કરવામાં આવી છે.

By: Purvalak DabhiEdited By:Purvalak DabhiPublish Date: Fri, 25 Sep 2026 09:43 AM (IST)Updated: Fri, 25 Sep 2026 09:43 AM (IST)
ganesh-festival-2026-rajkot-ganesh-visarjan-places-anant-chaturdashi-choghadiya-muhurat
Rajkot Ganesh Visarjan Places

Ganesh Festival 2026: ગણેશોત્સવના પાવન પર્વ પ્રસંગે રાજકોટમાં શ્રીજીની મૂર્તિનું સુચારુ અને સુરક્ષિત રીતે વિસર્જન થઈ શકે તે માટે વિવિધ 6 સ્થળો નક્કી કરવામાં આવ્યા છે. જો તમે પણ રાજકોટમાં ગણેશ વિસર્જન કરવા જઈ રહ્યા છો, તો જાણી લો RMCએ નક્કી કરાયેલા તમામ સ્થળોની વિગતવાર યાદી. વધુમાં જાણો ગણેશ વિસર્જનના શુભ મુહૂર્તની સંપૂર્ણ માહિતી જાણો.

રાજકોટમાં ગણેશ વિસર્જન માટે નક્કી કરાયેલા સ્થળો

રાજકોટમાં ગણેશ વિસર્જન માટે કુલ 6 સ્થળ ફાળવવામાં આવ્યા છે:

  1. રામવન નજીક આજીડેમ ઓવરફ્લો પાસે આવેલ ખાણ નંબર-1
  2. રામવન નજીક આજીડેમ ઓવરફ્લો પાસે આવેલ ખાણ નંબર-2
  3. આજીડેમ પાસે આવેલા ઓવરફ્લો ચેકડેમ પર પણ વિસર્જન કરી શકાશે.
  4. પાળ ગામમાં આવેલી જબરાપીરની દરગાહ પાસે મૂર્તિ વિસર્જન માટે સ્થળ.
  5. ન્યારા પાટિયા પાસે મૂર્તિ વિસર્જનની સગવડ પૂરી પાડવામાં આવી છે.
  6. વાગુદડ પાટિયા ખાતે બાલાજી વેફર્સની સામે મૂર્તિ વિસર્જન કરી શકાશે.

ગણેશ વિસર્જન માટે શુભ મુહૂર્ત (ચોઘડિયા મુજબ)

ગણેશજીની મૂર્તિનું વિસર્જન ચોઘડિયા મુજબ નીચે દર્શાવેલ શુભ મુહૂર્તમાં કરી શકાશે:

  • ચલ: સવારે 6:28 વાગ્યાથી 7:59 વાગ્યા સુધી
  • શુભ: બપોરે 1:34 વાગ્યાથી 2:05 વાગ્યા સુધી
  • ચલ: સાંજે 5:08 વાગ્યાથી 6:39 વાગ્યા સુધી
  • લાભ: સાંજે 7:59 વાગ્યાથી 9:31 વાગ્યા સુધી
  • અમૃત: રાત્રે 9:31 વાગ્યાથી 11:02 વાગ્યા સુધી

ગણેશ પૂજા અને વિસર્જન દરમિયાન શું ધ્યાન રાખવું?

ગણેશ પૂજા અને વિસર્જન દરમિયાન નીચે મુજબની બાબતોનું વિશેષ ધ્યાન રાખવું:

ગણપતિ બાપ્પાને 21 દુર્વા અર્પણ કરો.

ગણેશોત્સવ દરમિયાન જાણતા-અજાણતા થયેલી ભૂલો માટે માફી માંગો.

6 ખાસ મંત્રોનો 108 વાર જાપ કરો: ૐ મોદાય નમઃ, ૐ પ્રમોદાય નમઃ, ૐ સુમુખાય નમઃ, ૐ દુર્મુખાય નમઃ, ૐ અવિત્યનાય નમઃ અને ૐ વિઘ્નાકરો નમઃ

મહામંત્રનો જાપ: 'વક્રતુંડ મહાકાય સુર્યકોટી સમપ્રભઃ નિર્વિઘ્ને કુરુમેદેવ સર્વકાર્યેષુ સર્વદા'