Rajkot News:બાબરાના ચમાડી ગામનો વતની અને હાલ મેટોડામાં રહેતા યુવકને ડિપ્લોમાં ચાર વિષયમાં માર્કસ ઓછા આવતા ઝેરી દવા પી લીધી હતી. યુવકને ઝેરી અસર થતાં સારવાર માટે ખસેડવામાં આવ્યો હતો.
આ બનાવ અંગે પોલીસમાંથી જાણવા મળતી વિગત મુજબ લોધિકાના મેટોડામાં રહેતા આદિત્ય સુરેશભાઇ દાફડા નામનો 18 વર્ષનો યુવાન સાંજના ચારેક વાગ્યાના અરસામા મેટોડામાં હતો ત્યારે ઝેરી દવા પી લીધી હતી. આપઘાતનો પ્રયાસ કરનાર યુવકને સારવાર માટે રાજકોટ સિવિલ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યો હતો.
આ પણ વાંચો
પ્રાથમિક પૂછપરછમાં આદિત્ય દાફડા મુળ બાબરાના ચમાડી ગામનો વતની છે અને જસદણમાં ડિપ્લોના પહેલા વર્ષમાં અભ્યાસ કરે છે. હાલ મેટોડા ખાતે રૂમ રાખીને રહે છે. આદિત્ય દાફડાને ચાર વિષયમાં માર્કસ ઓછા આવતા ઝેરી દવા પી લીધી હોવાનું જાણવા મળ્યુ છે.
આ ઉપરાંત બીજા બનાવમાં રાજકોટના બામણબોર ગામે રહેતા નરેશ મનસુખભાઇ વાળા નામનો 26 વર્ષનો યુવાન કુવાડવા જીઆઇડીસીના બ્રિજ નીચે હતો ત્યારે કોઇ અગમ્ય કારણસર ઝેરી દવા પી લીધી હતી. યુવકને ઝેરી અસર થતાં તાત્કાલીક સારવાર માટે રાજકોટ સિવિલ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યો હતો. ઉપરોકત બનાવ અંગે પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.
