Rajkot News:રાજકોટમાં પ્રેમલગ્ન બાદ પત્ની અને સાસુના ત્રાસથી યુવકનો ફિનાઇલ પી આપઘાતનો પ્રયાસ

Rajkot News:શહેરમાં કટારીયા ચોકડી પાસે ગુજરાત હાઉસીંગ બોર્ડના કવાર્ટરમાં રહેતા યુવાને ઇન્દિરા સર્કલ નજીક ફિનાઇલ પી લીધુ હતું.

By: Nilesh ZinzuwadiaEdited By:Nilesh ZinzuwadiaPublish Date: Mon, 12 Oct 2026 07:14 PM (IST)Updated: Mon, 12 Oct 2026 07:14 PM (IST)
man-attempts-suicide-by-drinking-phenyl-in-rajkot-due-to-harassment-by-his-wife-and-motherinlaw-following-a-love-marriage
Vadodara-Businessman-Suicide-Attempt-1790576036653.webp

Rajkot News:શહેરમાં કટારીયા ચોકડી પાસે ગુજરાત હાઉસીંગ બોર્ડના કવાર્ટરમાં રહેતા યુવાને ઇન્દિરા સર્કલ નજીક ફિનાઇલ પી લીધુ હતું. યુવકને ઝેરી અસર થતાં સારવાર માટે સિવિલ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યો હતો. યુવક પાસેથી મળી આવેલી ચબરખીમાં પ્રેમલગ્ન બાદ પત્ની અન્ય પુરુષો સાથે સબંધ ધરાવતી હોવાનો અને માતા સાથે મળી જાતી પ્રત્યે હડધૂત કરી ત્રાસ આપતી હોવાનો આક્ષેપ કરવામાં આવ્યો છે.

આ બનાવ અંગે પોલીસમાંથી જાણવા મળતી વિગત મુજબ શહેરમાં કટારીયા ચોકડી પાસે ગુજરાત હાઉસીંગ બોર્ડના કવાર્ટરમાં રહેતા જય જેઠભાઇ સોલંકી નામનો 27 વર્ષનો યુવાન વહેલી સવારે ઇન્દિરા સર્કલ અને આકાશવાણી ચોક વચ્ચે હતો ત્યારે ફિનાઇલ પી લીધુ હતું. યુવકને ઝેરી અસર થતાં સારવાર માટે ખસેડવામાં આવ્યો હતો. પ્રાથમિક પૂછપરછમાં જય સોલંકી બે ભાઇ એક બહેનમાં નાનો અને સ્ટુડિયો ચલાવે છે.

જય સોલંકી પાસેથી એક સ્યુસાઇડ નોટ મળી આવી હતી. જેમાં પ્રેમલગ્ન બાદ પત્ની તેની માતા અને બહેન સાથે મળી જાતી પ્રત્યે હડધૂત કરે છે. પત્નીને અન્ય ચાર જેટલા પુરુષ સાથે અનૈતિક સંબધ છે. પત્ની તેની માતા બહેન અને તેની સહેલી સહિતના ત્રાસ આપતા હોવાથી ફિનાઇલ પી લીધુ હોવાનો આક્ષેપ કરવામાં આવ્યો છે. આક્ષેપના પગલે પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.