Chotila Rajkot Highway Accident: ચોટીલા-રાજકોટ હાઇવે પર આપાગીગાના ઓટલા નજીક એમ્બ્યુલન્સ અને ટ્રક વચ્ચે અકસ્માત, 3 લોકોનાં ઘટના સ્થળે મોત

By: Kishan PrajapatiEdited By:Kishan PrajapatiPublish Date: Tue, 26 Mar 2024 09:39 AM (IST)Updated: Tue, 26 Mar 2024 09:40 AM (IST)
chotila-rajkot-highway-accident-three-die-in-an-accident-involving-an-ambulance-carrying-a-patient

Chotila Rajkot Highway Accident News: ચોટીલા-રાજકોટ હાઇવે પર આપાગીગાના ઓટલા નજીક ગઈકાલે રાતે ગમખ્વાર અકસ્માત થયાની ઘટના સામે આવી છે. એમ્બ્યુલન્સ અને ટ્રક વચ્ચે અકસ્માત થતાં એમ્બ્યુલન્સના ડ્રાઇવર સહિત ત્રણ લોકોનાં ઘટના સ્થળે મોત થયા છે. આ અકસ્માત અંગે જાણ કરતા પોલીસનો કાફલો ઘટના સ્થળે દોડી આવ્યો હતો. આ પછી ટ્રકચાલક સામે ગુનો નોંધી વધુ કાર્યવાહી હાથ ધરી છે.

આ ઘટના અંગે મળતી માહિતી મુજબ, ગઈકાલે રાતે એમ્બ્યુલન્સમાં સવાર દર્દી સાથે તેમની બેન અને દીકરી જઈ રહ્યા હતા. આ દરમિયાન આપાગીગાના ઓટલા નજીક ટ્રક સાથે એમ્બ્યુલન્સનો અકસ્માત થયો હતો. જેમાં એમ્બ્યુલન્સ ડ્રાઇવર વિજય બાવળિયા સહિત પાયલબેન મકવાણા અને ગીતાબેન મિયાત્રાના મોત થયા હતા.

ઝડપી અને વિશ્વસનીય સમાચારો માટે ડાઉનલોડ કરો ગુજરાતી જાગરણની ન્યૂઝ એપ.